ભીમ અગીયારસનાં તહેવાર પહેલા જ જાણે સોરઠમાં જુગારની મોસમ ખુલી ગઈ હોય તેમ ગઈકાલે જૂનાગઢ પોલીસે વિવિધ વિસ્તારોમાં જુગાર અંગે દરોડા પાડી પત્તા પ્રેમીઓની ઝડપી લીધા છે. પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ બી ડીવીઝન પોલીસે ગઈકાલે રેલ્વે સ્ટેશન સામે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને રૂા. ૧પ૪૦નાં રોકડ મુદામાલ સાથે ઝડપી લીધેલ છે. તેમના વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત વિસાવદર તાલુકાનાં કાલાવડ ગામે હસ્નાપુર રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને રૂા.૧૧૦૮૦નીર રોકડ સાથે વિસાવદર પોલીસે ઝડપી લીધેલ છે. તેમજ વિસાવદરનાં લાલપુર ગામે જાહેરમાં જુગાર રમતા ૭ શખ્સોને રોકડ તેમજ મોબાઈલ મળી રૂા.ર૧,૪૬૦નાં મુદામાલ સાથે ઝડપી લેવામાં આવેલ છે. આ ઉપરાંત વિસાવદરનાં જ બદક ગામથી કનકાઈ માતાજીનાં મંદિર તરફ જતાં માર્ગ ઉપર જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને રૂા.૧૭૭પ૦ની રોકડ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
અન્ય એક દરોડામાં વિસાવદર પોલીસે જેતલવડ ગામે નવલશંકરભાઈ ભગવાનજીભાઈ લાલાણીનાં રહેણાંક મકાનનાં ખુલ્લા ફળીયામાં જુગાર રમતા ૬ શખ્સોને કુલ રૂા. ૧૪૮૪૦ની રોકડ મુદામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત કેશોદ પોલીસે અજાબ ગામે ચોકકસ બાતમીનાં આધારે પાડેલા એક દરોડામાં એક વાડીએ રાવણાનાં ઝાડ નીચે જુગાર રમતા ૬ શખ્સોને રૂા. ૧૦૬પ૦ના મુદામાલ સાથે ઝડપી લીધેલ છે. જયારે માણાવદર તાલુકાનાં ભીંડોરા ગામે પોલીસે જુગાર અંગે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને રૂા.૧૮ર૦નાં રોકડ મુદામાલ સાથે માણાવદર પોલીસે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.