ઓખા જીએમબીએ નવ પેસેન્જર બોટને આઠ દિવસ માટે સસ્પેન્ડ કરી અને રોકડ દંડ પણ ફટકાર્યો

0

ઓખા જીએમબીએ નવ પેસેન્જર બોટને આઠ દિવસ માટે સસ્પેન્ડ કરી અને રોકડ દંડ પણ ફટકાર્યો છે. ક્ષમતા કરતા વધુ યાત્રિકોને બેસાડવા અને નિયત દર કરતા વધુ ભાડું વસુલવા બદલ આ કાર્યવાહી થઈ છે. ૭ બોટને ૫૦૦ અને ૨ બોટને ૧૦૦૦નો દંડ ફટકાર્યો છે. ઓખા અને બેટ વચ્ચે પેસેન્જર બોટ ચાલે છે. આ ફેરી બોટ સર્વિસમાં ૧૭૦ જેટલી બોટ નોંધાયેલ છે, જેનું જીએમબી ઓખા સંચાલન કરે છે. તહેવાર અને વેકેશનમાં યાત્રિકોનાં વધુ ઘસારાથી બોટ ધારકો વધુ પૈસા લેવા ઉપરાંત ક્ષમતા કરતા વધુ યાત્રિકો બેસાડવાની ફરિયાદો ઉઠતી હોય છે. આવી જ ફરિયાદોને અનુલક્ષીને જીએમબી તંત્રએ ૮ દિવસ માટે નવ બોટને સસ્પેન્ડ કરેલ છે. જેમાં યોગેશ્વરી, ભગવતીપ્રસાદ, પાકીઝા, બિશ્મિલા, સાકિયે હશૈન, શહેનશાહએ કિરમાણી, સુલ્તાની, અલકાદરી અને બરકતનો સમાવેશ થાય છે.

error: Content is protected !!