યાત્રાધામ દ્વારકામાં યાત્રિકોના ઘસારા વચ્ચે પોલીસની સુરક્ષા વ્યવસ્થા પડકાર સાથે પરીક્ષા રૂપ બની

0

રાજ્યમાં અલકાયદા દ્વારા આંતકવાદી હુમલાની ધમકી વચ્ચે કેન્દ્ર-રાજ્ય સરકારના ઇનપુટ વચ્ચે જગત મંદિર દ્વારકા-નાગેશ્વર-બેટ દ્વારકાની સુરક્ષા વ્યવસ્થા તંત્ર માટે પડકાર અને પરીક્ષા જેવી બનવા પામ્યા છતાં સુંદર આયોજન અભિનંદનને પાત્ર હોવાનું બહાર આવેલ છે. જે અંગેની વિગતો મુજબ કેન્દ્ર-રાજ્ય સરકારના ગૃહ વિભાગના ઇનપુટ બાદ જીલ્લા પોલીસ વડા નિશાંત પાંડે અને ડી.વાય.એસ.પી. સમીર શારડા દ્વારા તાલુકાના જગ વિખ્યાત યાત્રાધામ દ્વારકા-નાગેશ્વર-બેટદ્વારકામાં સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવ્યા બાદ તાલુકાનામાં પ્રવેશવા માટેના હાઇવે ઉપરની ચેકપોસ્ટ-સમુદ્રમાં પેટ્રોલિંગ બોટ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યાનું બહાર આવેલ છે. ત્યારે તંત્ર માટે વેકેશનનો સમય અને તાલુકાના યાત્રાધામ ઉપર છેલ્લા બે વર્ષના કોરોનાને કારણે લગભગ બંધ જેવી હાલતમાં રહેલા દ્વારકા-નાગેશ્વર-બેટદ્વારકામાં યાત્રિકોનો ઘસારો અને આવન-જાવન સમયે આવી પડેલ આ સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી તંત્ર માટે પડકાર અને પરીક્ષા જેવી બન્યાનું જણાય છે. ત્યારે પોલીસ તંત્ર દ્વારા પણ પડકારો વચ્ચે જ ફરજ બજાવવાની જવાબદારીમાં સંપૂર્ણ સફળ રહેવાની નેમ હોય તેમ જળ-જમીન ઉપર સખ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. જેમાં જવાબદાર અધિકારીઓ ખુદ તાલુકામાં પ્રવેશવાના હાઇવે ઉપર ફરજ બજાવી રહ્યા છે. જ્યારે દરેક યાત્રિકોની વન-ટુ-વન મેટલ ડિટેકર દ્વારા સઘન તપાસ ચાલુ કરવા સાથે જ્યાં ત્યાં નવા નવા સી.સી.ટી.વી. કેમેરા ગોઠવી સમગ્ર વિસ્તારની દરેક અવર-જવર ઉપર ઝીણવટ પૂર્વક ધ્યાન આપવામાં આવ્યાનું જણાય છે. જ્યારે બીજી બાજુ કોઈપણ દિશાથી રાહ રસ્તે જાેડાયા વગરનું બેટ દ્વારકા સમુદ્રમાં ચારે બાજુ પાણી વચ્ચે આવેલ ટાપુ ઉપરનું યાત્રાધામ હોય અહીં ચાલતી ફેરી બોટની સર્વિસ ઉપર વધુ ધ્યાન આપવું જરૂરી હોય તે અંગેની પણ વ્યવસ્થા પેટ્રોલીંગ બોટ દ્વારા ગોઠવવામાં આવ્યાનું બહાર આવેલ છે. જે આટ આટલી મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે પણ ફરજ બજાવી રહ્યા છે જે ધન્યવાદને પાત્ર છે.(તસ્વીર ઃ રાકેશ સામાણી)

error: Content is protected !!