જૂનાગઢનાં મધુરમ સુદામા પાર્ક-ર, બ્લોક નં. ૩, આર્શિવાદ મકાનમાં રહેતા અરજણભાઈ લખમણભાઈ હુણ (ઉ.વ. પ૩) ધંધો-નોકરીવાળાએ અજાણ્યા ફોર વ્હીલ કારનાં ચાલક ઉંમર આશરે ૩૦ થી ૩પ વર્ષ તથા એક સાધુ કપડા વગરનાં બાબા ઉંમર ૪૦ થી ૪પ વર્ષનાં સામે એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે તા. ૮-૬-રરનાં કલાક ૧૮ થી ૧૮.૧પ દરમ્યાન ધોરાજી ચોકડીથી ખામધ્રોળ ચોકડી તરફ જતાં માર્ગ ઉપર બનેલા આ બનાવમાં આ કામનાં આરોપીઓ એક નંબર વગરની નિશાન માઈક્રો કારમાં આવી અને ફરીયાદીને હાથનો ઈશારો કરી ફરીયાદીનું મોટર સાયકલ રોકાવી ક્રિષ્ના ફાર્મહાઉસ સુખપુરનું સરનામું પુછવાનાં બહાને ફરીયાદી સાથે વાતો કરી અને આ કામનાં ડ્રાઈવરે કારમાં બેઠેલ કપડા વગરનાં માણસની ઉજજૈનનાં ચમત્કારીક બાબાની ઓળખ આપી બાબાનું દર્શન કરવાનું કહી ફરીયાદી બાબા પાસે દર્શન કરવા છતાં ફરીયાદીએ પહેરેલ સોનાની વીટી તથા સોનાનો ચેન બાબાએ માંગી અને પવિત્ર અને ચમત્કારીક બનાવી દેવાનું કહી ફરીયાદીને વિશ્વાસમાં લઈ સોનાનો ચેન તથા વીટી લઈ મંત્રો બોલી સોનાની વીટી ૬ ગ્રામ રૂા. ૧૮ હજારની તથા સોનાનો ચેન ૧પ ગ્રામનો રૂા. ૪પ હજારનો મળી કુલ રૂા. ૬૩ હજારનાં દાગીના પરત આપ્યા વગર આરોપીઓ કારમાં બેસી દાગીના લઈ ભાગી ગયાની ફરીયાદ પોલીસમાં નોંધાવતાં પોલીસે આરોપીઓ વિરૂધ્ધ વિશ્વાસઘાત અને છેતરપીંડી અંતર્ગત ગુનો દાખલ કરેલ છે. અને વધુ તપાસ જૂનાગઢ તાલુકા પોલીસ ચલાવી રહી છે.