Friday, July 1

જૂનાગઢ જીલ્લામાં ધો. ૧ થી ૧રનાં પ્રથમ સત્રનો પ્રારંભ : શૈક્ષણિક સંકુલમાં ધમધમાટ

0

જૂનાગઢ જીલ્લામાં ધો. ૧ થી ૧રનાં પ્રથમ સત્રનો પ્રારંભ થતાં શૈક્ષણિક સંકુલો વિદ્યાર્થીઓથી ધમધમી ઉઠયા છે. જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે જૂનાગઢ જીલ્લામાં ધો. ૧ થી ૮ની સરકારી ખાનગી મળી કુલ ૧૧૮૭ શાળાઓનાં ૧પ૮૦૮૭ વિદ્યાર્થીઓ તેમજ ધો. ૯ થી ૧રની ૪ર૬ શાળાનાં રર૭૩૦૪ વિદ્યાર્થીઓની સંખ્યા છે. જેમાંથી મોટાભાગનાં વિદ્યાર્થીઓ પ્રથમ સત્રનાં પ્રારંભથી શૈક્ષણિક કાર્યમાં જાેડાઈ ગયા છે. અને શૈક્ષણિક સંકુલોમાં વિદ્યાર્થીઓનો ધમધમાટ જાેવા મળી રહયો છે. સત્રનાં પ્રારંભે જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયે અમુક સ્કુલની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.

error: Content is protected !!