માણાવદરનાં રોણકી ગામમાં એસ.એમ.એ.૧ નામની બીમારીથી પીડાતું ૬ માસનું માસુમ બાળક, ઈલાજ માટે ૧૬ કરોડ રૂપિયાની જરૂર

0

જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના રોણકી ગામે રહેતા અને સામાન્ય પરિવારમાંથી આવતા અશોકભાઈ પાલાભાઈ પરમારનો છ માસનો દીકરો અયાન એસ.એમ.એ.૧ પોઝિટિવ છે તેવું ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે. આ બીમારીના ઈલાજ માટે ડોક્ટરે ૧૬ કરોડ રૂપિયાના ઈન્જેક્શનની જરૂર હોય તેવું પણ જણાવ્યું છે. આ રકમ સાંભળી સામાન્ય પરિવારમાંથી આવતો પરમાર પરિવાર હેરાન પરેશાન થઈ ગયો છે. એસ.એમ.એ. ૧ નામની બીમારીનો ગુજરાતમાં ચોથો અને જૂનાગઢ જિલ્લામાં પ્રથમ કેસ નોંધાયો છે. આ માસુમ બાળકના ઈલાજ માટે બાળકના માતા-પિતા દ્વારા ગુજરાતની જનતાને સેવાભાવી સંસ્થાઓને અને એનજીઓ શાખાને આર્થિક મદદ કરવા અપીલ કરવામાં આવી છે. આવો સાથે મળી આ માસુમ બાળકને આર્થિક મદદ કરી ખમીરવંતા ગુજરાતની ઓળખ પૂરી પાડીએ. બાળકના પિતાનું નામ ASHOKBHAI PALABHAI PARMAR, A/c no :65590100019616, IFSC code: BARBOVJMDAR MICR code: 362012133. સંપર્કઃ અશોકભાઈ પરમાર
મો. (૯૯૭૮૭૧૧૫૦૩) તેમ એક યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!