Friday, June 9

આજે જગતમંદિરમાં જયેષ્ઠાભિષેક ઉત્સવ, સાંજનાં સમયે શ્રીજીનાં બાલસ્વરૂપનાં નોૈકાવિહાર દર્શન

0

આજે જગતમંદિરમાં શ્રીજીનાં જેષ્ઠાભિષેક ઉત્સવ નિમિતે જલયાત્રા ઉત્સવની તૈયારીરૂપ ગઈકાલે સાંજે જગતમંદિરનાં પૂજારી પરિવારનાં પુરૂષો તથા મહિલાઓ દ્વારા ચાંદીનાં બેડા, ચાંદીની તાંબડી તેમજ વિવિધ ચાંદીનાં વાસણોમાં દ્વારકાનાં અતિ પ્રાચીન અને પવિત્ર ભદ્રકાલી માતાજીનાં મંદિર પાસેનાં અઘોર કુંડમાંથી પૂજા કરી કુંડનું પવિત્ર જલ શાસ્ત્રોકત વિધિથી બેન્ડ-વાજા સાથે વાજતે-ગાજતે દ્વારકા શહેરનાં રાજમાર્ગો ઉપર થઈ જગતમંદિર પહોંચેલ હતી. આજે સાંજનાં સમયે જગતમંદિરમાં પવિત્ર જલથી જલ કુંડ(હોજ) ભરવામાં આવશે જેમાં ભગવાનનું બાલ સ્વરૂપ ગોપાલજીને નાવમાં બેસાડી નોૈકા ઉત્સવ એટલે કે જલયાત્રા ઉત્સવ મનોરથની ઉજવણી કરવામાં આવશે. જયેષ્ઠાભિષેક ઉત્સવ વિષે માહિતી આપતા દ્વારકાધીશ મંદિરનાં જયેશભાઈ તથા નલીનભાઈ પૂજારીએ જણાવેલ કે, વર્ષમાં માત્ર બે વખત જ ઠાકોરજીને ખુલ્લા પડદે અભિષેક-સ્નાન કરવામાં આવે છે. જેમાંનો એક જયેષ્ઠાભિષેક ઉત્સવ હોય જેનું વિશેષ મહત્વ છે. બહોળી સંખ્યામાં સ્થાનીકો જયેષ્ઠાભિષેક તેમજ ત્યારબાદ સાંજનાં મસયે બાલસ્વરૂપનાં નૌકાવિહાર દર્શનનો લાભ લેશે.

error: Content is protected !!