જૂનાગઢ ખાતે અદ્યતન લાઇફ લાઇન બ્લડ બેંકનું ઉદ્દઘાટન કરતા ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવભારતી બાપુ

0

લાઇફ લાઇન બ્લડ બેંકના ઇન્ચાર્જ ડો. ધીરેન કપુપરાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, હેલ્પીંગ હેન્ડ ફાઉન્ડેશનના પ્રમુખ વિક્રમભાઈ યાદવ અને ટ્રસ્ટી આશિષભાઈ તુરખિયા, ડીરેકટર રાજેન્દ્રભાઈ વાઘેલા, ભાવેશભાઈ કાવથીયાની માર્ગદર્શન હેઠળ જૂનાગઢની જનતા માટે મહાદેવ ભારતી બાપુના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને બ્લડ બેંકને ખુલ્લી મુકવામાં આવી છે. બ્લડ બેંક થકી થેલેસેમિયા, હિમોફિલિયા અને સિકલ સેલ એનીમિયા દર્દીને વિના મૂલ્યે બ્લડ અપાશે. આ પ્રસંગે જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જાેશી, અગ્રણી પ્રદિપભાઇ ખીમાણી, ડો. ડી.પી. ચીખલીયા તથા ડોક્ટરો, વકીલો, પત્રકારો, પોલીસ સ્ટાફ, વિવિધ સંસ્થાના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકોએ હાજર રહ્યા હતા. જ્યારે બ્લડ બેંકના વહીવટી કર્તાઓએ જાહેરાત કરી છે કે, જ્યાં સુધી બ્લડ બેંકમાં બ્લડનો સ્ટોક મેનેજ હશે ત્યાં સુધી તમામ થેલેસેમિયા, હીમોફીલીયા અને સિકલ સેલ એનીમીયાગ્રસ્ત દર્દીઓને વિનામૂલ્યે બ્લડ આપવામાં આવશે. જેનો કોઇપણ ચાર્જ લેવામાં આવશે નહીં તેમ યાદીમાં જણાવ્યું હતું.

error: Content is protected !!