જૂનાગઢનાં ધારાસભ્યની ગ્રાન્ટની ફાળવણી બાબતે ઉભી થયેલી ચર્ચામાં સ્ટેન્ડીંગ કમીટીનાં ચેરમેને કરી સ્પષ્ટતા

0

જૂનાગઢ શહેરનાં વિકાસશીલ કાર્યો અથવા તો નાણાની ફાળવણીનાં જયારે જયારે પ્રશ્નો આવે છે ત્યારે કાંઈકને કાંઈક વિવાદ અને ચર્ચાઓ ઉભી થતી હોય છે. હમણાંનો જ દાખલો જાેઈએ તો જૂનાગઢનાં ધારાસભ્ય ભીખાભાઈ જાેષીએ જૂનાગઢ ધારાસભ્યની ગ્રાન્ટ મનપાને ફાળવવામાં આવી અને મનપાનાં સત્તાધિશોએ યોગ્ય કામો ન કર્યા હોવાનાં બિનજરૂરી આક્ષેપો પણ ઉભા થયા અને આ બાબતે ચર્ચાઓ તેમજ ટીવી ન્યુઝમાં પણ નિવેદનો પણ આપવામાં આવ્યા છે. તો બીજી તરફ જૂનાગઢ મનપાનાં સ્ટેન્ડીંગ કમીટીનાં ચેરમેન હરેશ પરસાણાએ ગઈકાલે જ જારી કરવામાં આવેલા નિવેદનમાં સ્પષ્ટ જણાવેલ છે કે ધારાસભ્યશ્રીએ પહેલા ગ્રાન્ટ ફાળવી અને તરત જ પાછી આ ગ્રાન્ટને પરત ખેંચી લીધી હોવાનું જણાવ્યું હતું. અને જે અંગેનો પત્ર પણ મનપાને ધારાસભ્યશ્રીએ પાઠવ્યો છે. વિશેષમાં હરેશ પરસાણાએ જણાવ્યું હતું કે કોઈપણ નાણાની ફાળવણી થાય છે તે સરકાર દ્વારા થતી હોય છે. જૂનાગઢ મનપાને પણ સરકાર દ્વારા તેમજ લોકભાગીદારીથી નાણાની ફાળવણી સાથે વિકાસનાં કામો હાથ ધરાતા હોય છે તેમ જણાવી ખોટા વાતોનાં બુગારા ચડાવવા એને બદલે નકકર વિકાસની કામગીરી કરવાનું આહવાન કર્યુ હતું. આ સમગ્ર ઘટનાક્રમ અંગે વિગતો જાેઈએ તો જૂનાગઢનાં ધારાસભ્ય ભીખાભાઈ જાેષીએ મનપાને માર્ગોનાં નવીનીકરણ માટે ફાળવેલ રૂા. ર કરોડની ગ્રાન્ટમાંથી માત્ર ત્રણ વોર્ડોમાં આયોજન કરાયું હતું. અને સ્થાયી સમિતિની આગામી બેઠકમાં બીજા વોર્ડોનું આયોજન કરાય તે પહેલાં જ ધારાસભ્યએ પોતે ફાળવેલી ગ્રાન્ટ પરત ખેંચી લીધી છે તેમ સ્થાયી સમિતિનાં ચેરમેન હરેશભાઈ પરસાણાએ જણાવ્યું છે. તેમણે ઉમેર્યુ હતું કે રાજય સરકારની જન ભાગીદારીમાં ૭૦ ટકા રાજય સરકાર, ર૦ ટકા ધારાસભ્યોને એસ.આર. હેડની લોકફાળા અને ૧૦ ટકા મનપાનાં સ્વભંડોળમાંથી કામો કરાય છે. આયોજન હેઠળ વોર્ડ નં. ૧, ર, ૪, ૬, ૮, ૧૧, ૧૩ તથા ૧પમાં સિમેન્ટ રોડ બનાવવા ધારાસભ્યએ એસ.આર. હેડની રૂા. ર કરોડની ગ્રાન્ટ મનપાને ફાળવી હતી.
આ કામની ફાળવણી પૂર્વે જ ધારાસભ્યએ ફાળવેલ ગ્રાન્ટ પરત ખેંચી લીધી છે અને જૂનાગઢ મનપા સામે આક્ષેપ કર્યો કે કામ કરતા નથી અને કરવા દેતા નથી પણ કામની ફાવળણી પૂર્વે ગ્રાન્ટ પરત ખેંચી પ્રજા પરત્વે જાણે સંવેદના છિનવાઈ કે રાજકીય સ્ટંટ તે અંગે તર્ક વિતર્ક ઉઠયા છે. બીજી તરફ ધારાસભ્ય ભીખાભાઈ જાેષીએ મહાનગરપાલિકા વિકાસનાં કામોમાં રોડા નાંખે છે તેવો ખુલ્લમ ખુલ્લા આક્ષેપ કર્યો છે.

error: Content is protected !!