જૂનાગઢમાં ગઈકાલે બપોરે ફરી મેઘરાજા વરસી ઉઠતાં અડધો ઈંચ વરસાદ થયો હતો અને શહેરનાં મુખ્ય માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતાં.
જૂનાગઢ શહેરમાં ભીમ અગિયારસનાં દિવસથી મેઘરાજાની શુકનવંતી પધરામણી થઈ છે. સવારથી જ મેઘાવી માહોલ હોય છે અને વરસાદ પડે તેવું વાતાવરણ ઉભુ થતું હોય છે. ખાસ કરીને બપોરનાં સમયે છેલ્લા ત્રણ દિવસ થયા અચુક વરસાદ આવે છે. ગઈકાલે પણ બપોરનાં જાેરદાર વરસાદી ઝાપટું પડી જતાં મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાયા હતાં. વરસાદની સીઝન વિધિવત રીતે શરૂ થઈ ગઈ છે ત્યારે હવે ગમે ત્યારે વરસાદ આવી શકે છે. અને આ વાતાવરણમાં આ લખાય છે ત્યારે પણ વાદળો છવાયા છે અને વરસાદની શકયતા જાેવાઈ રહી છે. તો બીજી તરફ ચોમાસાની સીઝનમાં વરસાદથી બચવા માટે લોકો છત્રી, રેઈનકોટની ખરીદી પણ શરૂ થઈ ચુકી છે.