માતૃભૂમિ બિલખામાં રહેતા અને અમેરિકા ફિલડેલ્ફિયામાં સ્થાયી થયેલા જૈન વૈષ્ણવ પરિવાર દ્વારા અમેરિકાથી પ્લેન(કુરિયર દ્વારા) મારફત લાખોનો ખર્ચ કરી રાધાકૃષ્ણના સ્વરૂપની મૂર્તિ મોકલવામાં આવી હતી. જેને બિલખા ખાતે આવેલ બાલકૃષ્ણ હવેલીમાં રાધાકૃષ્ણની મૂર્તિને શરણાઈના સાદ, ઢોલ-નગારા સાથે વાજતે-ગાજતે ભવ્ય શોભાયાત્રા દ્વારા હવેલી ખાતે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ તકે કેસર સ્નાન સાથે વિધિવત પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. રાધાકૃષ્ણની ભવ્ય મૂર્તિ હંસાબેન જાેબનપુત્રા અને ડો. મહેન્દ્રભાઈ શાહ દ્વારા આશરે ૨૫ વર્ષ પહેલા ઓમ માર્બલના માલિક હરેશભાઈ શાહ સાથે રાધાકૃષ્ણ ભક્તિ અંગે તેની લાગણી વ્યક્ત કરતા એક જ માર્બલના ટુકડામાંથી ભવ્ય રાધા કૃષ્ણની ભક્તિ બનાવવામાં આવેલ જે રાધાકૃષ્ણના સ્વરૂપની મૂર્તિ અમેરિકા ખાતે પોતાના નિવાસસ્થાને લઇ ડો. મહેન્દ્રભાઈ શાહ તથા હંસાબેન શાહ દ્વારા ૩૧ વર્ષ સુધી રાધાકૃષ્ણની મૂર્તિ વૈષ્ણવોને સાથે રાખી તેઓના નિવાસ સ્થાને જ ભવ્ય અન્નકોટ, મનોરથ, સત્સંગ, ભજન સહિતની વિદેશમાં પણ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી આરાધના કરવામાં આવતી હતી. ડો. મહેન્દ્રભાઈ શાહનું એક વર્ષ પહેલા અવસાન થતાં તેઓની ઈચ્છા અનુસાર તેની પત્ની હંસાબેન જાેબનપુત્રાએ માતૃભૂમિ બિલખા ભલગામ ખાતે આવેલ બાલકૃષ્ણ હવેલી ખાતે અમેરિકા તેના નિવાસસ્થાને રાધાકૃષ્ણ સ્વરૂપની મૂર્તિ પધરાવવાનો ર્નિણય લેવામાં આવતા વિમાન અને કુરિયર મારફત લાખો રૂપિયાનો ખર્ચ કરી બિલખા ખાતે બાલકૃષ્ણ હવેલીમાં લાવવામાં આવેલ હતી. અમેરિકાથી લાવવામાં આવેલા મૂર્તિ બાલકૃષ્ણ હવેલી ખાતે પ્રસ્થાપિત કરવાના ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત બિલખામાં શાહ અને જાેબનપુત્રા પરિવાર દ્વારા ભવ્ય કાર્યક્રમો દ્વારા મૂર્તિ પ્રતિષ્ઠા કરાઇ હતી. ગઈકાલે સવારે ભવ્ય શોભાયાત્રા વાજતે-ગાજતે ઢોલ નગારા અને શરણાઇના સાદ સાથે મંદિર ખાતે પહોંચી હતી. શોભાયાત્રા બાદ હવેલી ખાતે રાધાકૃષ્ણ મૂર્તિની વિધિવત પૂજન-અર્ચન સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. તેમજ કેસર સ્નાન સાથે આરતી, પૂજન-અર્ચન કરી હવેલી ખાતે રાધાકૃષ્ણને બિરાજીત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત બપોરે પ્રસાદના કાર્યક્રમમાં પણ સ્થાનિક રહેવાસીઓ જ્ઞાતિજનો, ગ્રામજનો તથા શાહ અને જાેબનપુત્રા પરિવાર સહિતનાઓ જાેડાયા હતા. તો બિલખા ખાતે સાંજે જ્ઞાતિ ભોજન, દર્શન આરતી સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બિલખાના મુખ્યાજી અશોકભાઈ ભટ્ટ, સચીનભાઈ આડતિયા, પરેશભાઈ માણેક, મહેન્દ્રભાઈ વસતાણી(શાહ), કિરણભાઈ જાેબનપુત્રા, નીકેશભાઇ મશરૂ, અજયભાઈ જાેબનપુત્રા (એડવોકેટ), ડો. હિરેનભાઈ શાહ, ડો. માલા શાહ, જાેબનપુત્રા પરિવાર તથા લોહાણા મહાજનના પ્રમુખ કંટારીયાભાઇ સહિતનાઓ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
રાધાકૃષ્ણના સ્વરૂપની મૂર્તિની વિશેષતા
રાધાકૃષ્ણની ભક્તિ ધરાવતા હંસાબેન શાહ(જાેબનપુત્રા) તથા ડો. મહેન્દ્રભાઈ શાહ દ્વારા રાધાકૃષ્ણના સ્વરૂપની મૂર્તિ માર્બલના એક જ પીસમાંથી બનાવવામાં આવેલ હતી. જે રાધાકૃષ્ણની મૂર્તિ તે સમયે બિરલા ગ્રૃપ ઉપરાંત નામાંકિત અભિનેત્રી હેમા માલિનીએ પણ ખરીદ કરેલ હતી. એક જ માર્બલ ટુકડામાંથી બનાવેલ છે. રાધાકૃષ્ણની મૂર્તિની અમેરિકામાં ૩૧ વર્ષ સુધી સેવા પૂજા કર્યા બાદ મૂળ વતન બિલખામાં જ બાલકૃષ્ણ હવેલી ખાતે પ્રસ્થાપિત કરવાનો ર્નિણય લેતાં એનઆરઆઈ પરિવારે અમેરિકાથી વિમાન(કુરિયર) દ્વારા મૂર્તિને લાવી મૂળ વતનમાં જ પ્રસ્થાપિત કરતા અનોખી રાધાકૃષ્ણ ભક્તિને પગલે બિલખા ગામ રાધા કૃષ્ણ ભક્તિના રંગે રંગાયું છે.