સોરઠ પંથકમાં ભીમ અગિયારસની શુકનવંતી મેઘરાજાની પધરામણી બાદ છુટો છવાયો વરસાદ થતો હોવાના અહેવાલો છે. ગઈકાલ સુધીમાં જૂનાગઢ જીલ્લાનાં ૧૦ તાલુકા પૈકી કેશોદમાં ૧૧ મી.મી., જૂનાગઢ સીટી અને ગ્રામ્યમાં ૮૧ મી.મી., ભેસાણ-૭, મેંદરડા -ર૧, માંગરોળ – ૮૮, માણાવદર – ૬૮, માળીયા હાટીના – રપ, વંથલી-ર૧ અને વિસાવદર -રર મી.મી. જેટલો મોસમનો કુલ વરસાદ નોંધાયો છે. જયારે આજે સવારથી અત્યાર સુધીમાં કેશોદ -૪, જૂનાગઢ-૬, વંથલી-૮ અને વિસાવદરમાં ૬ મી.મી. વરસાદ નોંધાયો છે. દરમ્યાન હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આગામી પાંચ દિવસમાં સૌરાષ્ટ્રનાં ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે તેમ છે અને વાવણીની રાહ જાેતા ખેડૂતોને રાહત મળશે.