ખંભાળિયામાં મિલ્ક વાન પલ્ટી સદભાગ્યે જાનહાની અટકી

0

ખંભાળિયા શહેરમાં આજરોજ સવારે એક દૂધ વાહન અકસ્માતે પલટી ગયાનો બનાવ બન્યો હતો. જાે કે, આ અકસ્માતમાં ખાસ કંઈ નુકસાની થઈ ન હતી. ખંભાળિયા શહેરમાં આજે સવારે દૂધનું વિતરણ કરવા આવેલી અમૂલ દૂધની મિલ્ક વાન આશરે પોણા છ વાગ્યાના સમયે અત્રે શારદા સિનેમા રોડ પરથી નગર ગેઈટ તરફ દૂધ ઉતારીને પરત જઈ રહી હતી, ત્યારે ગાયત્રી મોબાઈલ વર્લ્ડ વાળી ગોલાઇમાં પહોંચતા અકસ્માતે પલટી ગઈ હતી. જેના કારણે આ વાહનમાં નુકસાની થવા પામી હતી. જાે કે મોટી જાનહાની ન થતા સૌ એ રાહતનો દમ ખેંચ્યો હતો. આ વાહનમાંથી ડીઝલ લીકેજ થતા ફાયર સ્ટાફને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયર બ્રિગેડના જવાનો ફાયર ફાયટર સાથે દોડી ગયા હતા.

error: Content is protected !!