હુમાનીટી ફર્સ્ટ ગૃપ દ્વારા નાસ્તા તથા કપડાનું વિતરણ કરાયું

0

નવયુવાનો દ્વારા ચલાવાતું હુમાનીટી ફર્સ્ટ ગૃપ દ્વારા જૂનાગઢમાં અલગ અલગ સ્થળો ઉપર જરૂરીયાતમંદ લોકોને નાસ્તા તથા કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. હુમાનીટી ફર્સ્ટ ગૃપ એ યુવાનોનું એક એવું ગૃપ છે કે જે પોતાની બચતમાંથી રકમ એકઠી કરી અને જરૂરીયાતમંદ લોકોને મદદ પુરી પાડે છે. જે લોકો ભુખ્યા હોય તેને નાસ્તો પણ આપે છે. તથા જે લોકો કપડા નથી ખરીદી શકતા તેઓને કપડા પણ આપે છે. અને ખાસ કરીને પર્યાવરણ બચાવવા માટે સફાઈ અભિયાન પણ કરે છે. તથા પર્યાવરણનું આપણાં જીવનમાં મહત્વ શું છે તેની જાળવણી રાખવા માર્ગદર્શન પણ પુરૂ પાડે છે. આ ગૃપ દ્વારા દર રવિવારે નાસ્તા, બુટ-ચંપલ, કપડા તથા જીવન જરૂરી વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે. તથા જે કોઈપણ આ ગૃપમાં જાેડાઈ અને સેવા આપવા માંગતુ હોય તે સ્વૈચ્છાએ જાેડાઈ શકે છે.

error: Content is protected !!