જૂનાગઢમાં સવારે વરસાદી ઝાપટાં

0

જૂનાગઢ અને સોરઠ પંથકમાં વિવિધ વિસ્તારોમાં આજે સવારે વરસાદી ઝાપટા પડયાનાં અહેવાલ છે. દરમ્યાન ગઈકાલે સખત ઉકળાટ બફારા બાદ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડયો હતો જેમાં બંધાળા, પીપળીયા, નાના કોટડામાં વરસાદ તેમજ વિસાવદરનાં સુખપુરમાં ૪ કલાકમાં ૬ ઈંચ વરસાદ તેમજ માળીયા, મેંદરડામાં ૧ ઈંચ, ભેસાણ, કેશોદ, જૂનાગઢ, વંથલીમાં ઝાપટા પડયા હતા. ગઈકાલ સુધીનો મોસમનો કુલ વરસાદ જાેઈએ તો કેશોદમાં ર૪, જૂનાગઢ સીટી ગ્રામ્યમાં અત્યાર સુધીનો કુલ ૯ર મી.મી. ભેસાણ ૧પ મી.મી. મેંદરડા -૪૦મી.મી., માંગરોળ-૯ર, માણાવદર -૭૧, માળીયા હાટીના ૪૩, વંથલી -૩ર અને વિસાવદર ૧ર૩ મી.મી. જેવો વરસાદ નોંધાયેલ છે. જયારે જૂનાગઢ અને આસપાસનાં વિસ્તારોમાં વરસાદનાં ઝાપટા પડયા છે.

error: Content is protected !!