જૂનાગઢ એસઓજીએ આયુર્વેદિક દવાની વધુ ૧,૩૩૮ બોટલ પકડી પાડી ર,૦૦,૮ર૬નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જીલ્લામાં આયુર્વેદિક દવાનાં નામે નશાનો કાળો કારોબાર ચાલતો હોવાની બાતમી બાદ એસઓજી પીઆઈ એ.એમ. ગોહિલ, પીએસઆઈ જે.એમ. વાળા, વંથલી પોલીસ સ્ટેશનનાં પીેએસઆઈ ડી.જી બડવા અને વી.કે. ઉંજીયા, ચોરવાડ પોલીસ સ્ટેશનનાં પીેએસઆઈ એસ.એન. ક્ષત્રિયે તપાસ હાથ ધરી હતી. દરમ્યાન ચોરવાડની ૪ દુકાનોમાંથી અગાઉ ૧૬૩ બોટલ કિંમત રપ,ર૮પ મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ત્યારબાદ ખરીદ વેંચાણનાં બિલ વગરની આયુર્વેદિક દવાની બોટલો પકડી પાડવા વધુ પ્રયાસ હાથ ધર્યો હતો જેમાં માળીયા હાટીનામાંથી ૪પ૯ બોટલ કિંમત ૬૬,૪૬૦ તેમજ વંથલી પાન બિડીની દુકાનો, ઢાબા, હોટેલોમાં મળી કુલ ૬ જગ્યાએ દરોડા પાડી ૮૭૮ બોટલ કિંમત ૧,૩૪,૩૬૬નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આમ વધુ ૧,૩૩૮ બોટલ કિંમત ર,૦૦,૮ર૬ની આયુર્વેદિક દવાનાં નામે વેંચાતી નશાકારક બોટલો ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.