માંગરોળ ડેપોની રાજકોટ-માધવપુર રૂટની એસટી બસ માંગરોળ તરફ આવી રહી હતી, ત્યારે શહેરથી સાત કિમી નજીક ડ્રાઇવરે સ્ટિયરિંગ ઉપરનો કાબૂ ગુમાવી દેતા બસ ઝાડ સાથે અથડાઈ હતી. વરસાદના કારણે રોડ ભિનો હોય, ડ્રાઈવર બ્રેક મારવા જતા બસ ઘૂમીને ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ડ્રાઈવર અને કંડકટર સહિત ૧૩ જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ થતા માંગરોળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.