સતત છઠ્ઠા વર્ષે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા થશે વિશ્વ યોગ દિવસની ઉજવણી

0

છેલ્લા કેટલાક સમયથી ભારત સહિત દુનિયાભરમાં અનેક દેશો યોગ તરફ વળ્યા છે. નિયમિત યોગ કરવાથી તન-મનમાં નવી શક્તિનો સંચાર થાય છે. આવા તવૈજ્ઞાનિકોએ પણ સ્વીકારી છે. ત્યારે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા આગામી ૨૧ જૂને વિશ્વ યોગ દિવસની દર વર્ષની માફક ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત ૨૧ જૂનને મંગળવારના રોજ ખોડલધામ મંદિર ખાતે યોગ દિવસની ભવ્ય ઉજવણી થશે. ખોડલધામ મંદિરે યોજાનાર યોગ ઈવેન્ટનું શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ઓફિશિયલ ફેસબુક પેઈજ તેમજ યૂ-ટ્યૂબ ચેનલ ઉપર લાઈવ પ્રસારણ થશે. યોગ ઈવેન્ટનો સર્વે ભાવિક-ભક્તોને લાભ લેવા શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશ પટેલ સહિત ટ્રસ્ટી મંડળ દ્વારા અનુરોધ કરાયો છે. છેલ્લા કેટલાક વર્ષોથી ૨૧ જૂને વિશ્વ યોગ દિવસ ઉજવાય છે. ત્યારે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા પણ સતત છઠ્ઠા વર્ષે યોગ દિવસ નિમિત્તે યોગ ઈવેન્ટનું આયોજન થઈ રહ્યું છે. તારીખ ૨૧ જૂન, ૨૦૨૨ને મંગળવારના દિવસે આયોજિત આ કાર્યક્રમમાં સવારે ૬ કલાકે મા ખોડલની આરતી કરવામાં આવશે. ત્યારબાદ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશ પટેલ પ્રાસંગિક સંબોધન કરશે અને ત્યારબાદ યોગ નિષ્ણાંત દ્વારા વિવિધ આસનો, યોગ, પ્રાણાયામ કરાવવામાં આવશે. આ કાર્યક્રમ દેશ-વિદેશમાં વસતાં લોકો ઘરે બેઠા નિહાળી શકે અને યોગ કરી શકે તે માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ઓફિશિયલ ફેસબુક પેઈજ, યુટ્યૂબ ચેનલ અને વેબસાઈટ ઉપર લાઈવ કરવામાં આવશે. આ ઉપરાંત લોકો મંદિરે પણ આ કાર્યક્રમમાં જાેડાઈને યોગ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થઈ શકશે.

error: Content is protected !!