રાજકોટની જેલમાંથી નાશી જનાર પોકસોનો આરોપી રાણપુરમાંથી ઝડપાયો

0

જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં પોકસોનાં ગુનામાં ઝડપાયેલ સલીમ ઈકબાલભાઈ શેખ (ઉ.વ. ર૧)ને ર૦ વર્ષની સજા થતાં રાજકોટ જેલ હવાલે કરાયેલ હતો. અને જેલમાંથી ૧ર દિવસની પેરોલ રજા ઉપરથી પરત હાજર નહી થતાં જૂનાગઢ ક્રાઈમ બ્રાંચે સલીમ ઈકબાલ શેખને રાણપુર ગામેથી ઝડપી લઈ જૂનાગઢ જીલ્લા જેલ ખાતે સોંપી આપેલ છે. આ કામગીરીમાં ક્રાઈમ બ્રાંચનાં પીઆઈ એચ.આઈ. ભાટી, પીએસઆઈ ડી.જી. બડવા, પ્રકાશભાઈ ડાભી, દિપકભાઈ બડવા, દિવ્યેશભાઈ ડાભી વગેરે સ્ટાફ જાેડાયેલ હતો.

error: Content is protected !!