માણાવદરમાં કાર્બાઈડ ખાવાથી ગાયને ઝેરી અસર, જીવદયા પ્રેમીઓમાં રોષ : પગલા ભરવા માંગ

0

હાલમાં કેરીની સીઝન ચાલી રહી છે ત્યારે કેરી પકવવા માટે કેટલાક વેપારીઓ કાર્બાઈડનો ઉપયોગ કરે છે અને કાર્બન પછી કચરામાં ફેંકી દેવામાં આવતું હોય છે અને જે ગાય આરોગતા જ મોતને ભેટે છે. આવી જ ત્રણ દિવસમાં ચાર ગાયોને ઝેરી અસર થતા સારવાર માણાવદરમાં આપવામાં આવી હતી. આ ગાયોને કાર્બન ખાવાને કારણે થયું હોવાનું પ્રાથમીક રીતે જાહેર થયું હતું. કાર્બન ખાવાને કારણે આ ઘટના બનતા જીવદયા પ્રેમીઓમાં રોષ જાેવા મળ્યો હતો. કેરી પકવવા માટે કાર્બનના ઉપયોગ કેટલાક વેપારીઓ દ્વારા કરવામાં આવતો હોય છે અને આ કાર્બનનો જથ્થો કેટલાક જથ્થો કચરાનાં ગંજમાં તેમજ જયાં ત્યાં ઠાલવી દેવામાં આવતો હોય છે. જે રેઢીયાળ પશુઓ આરોગે છે અને મોતને ભેટે છે. કાર્બાઈડથી કેરી પકવતા વેપારીઓ સામે પગલા લેવાની માંગ પણ જીવદયાપ્રેમીઓએ કરી છે.

error: Content is protected !!