ગુજરાતની સૌથી જુની શૈક્ષણિક સંસ્થાઓમાંની એક એલ.ડી. કોલેજ ઓફ એન્જીનીયરીંગ તેનાં ૭પ વર્ષ પુરા થવા નિમિત્તે ડાયમંડ જયુબિલી (હીરક મહોત્સવ)ની ઉજવણી કરી રહી છે. આ ઉજવણી દરમ્યાન સોમવારનાં રોજ ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહયા હતાં. એલડીસીઈનાં સ્થાપના દિવસ સમારોહ સમર્પણમાં ગુજરાત સરકારનાં શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજી બાબતોનાં કેબીનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, ગુજરાત સરકારનાં ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ બાબતોનાં રાજય મંત્રી કુબેરભાઈ ડિંડોર, અરવિંદ લીમીટેડનાં એમડી અને અગ્રણી દાતા લાલભાઈ પરીવારનાં સભ્ય સંજયભાઈ લાલભાઈ, ધાાસભ્ય વિવેક પટેલ કે જેઓ પોતે પણ એલ.ડી.નાં ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. ટેકનીકલ એજયુકેશનનાં ડીરેકટર જી.ટી. પંડયા તથા એલ.ડી. એન્જીનીયરીંગ કોલેજનાં અન્ય ઘણા પ્રમુખ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહીને સમારંભને શોભાવ્યો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સોમવારનાં રોજ ગુજરાત યુનિવર્સીટીનાં કન્વેન્શન એન્ડ એકઝીબીશન સેન્ટર ખાતે યોજાયેલા સમારંભ દરમ્યાન આ ભવ્ય સંસ્થાની શતાબ્દી યોજનાનું અનાવરણ કર્યુ હતું.