કેશોદની આદર્શ નિવાસી શાળામાં યોગ દિવસની ઉજવણી

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૨૦૧પથી યોગના માધ્યમથી શરૂઆત કરવામાં આવેલ આજે વિશ્વમાં પ્રસાર પ્રચાર થઈ રહ્યો છે. લોકોના સ્વાસ્થ માટે યોગ ખુબ જરૂર છે. આજે વિશ્વ યોગ દિવસ નિમીતે વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે કેશોદની સરકારી આદર્શ નિવાસી શાળામાં સરકારી વહીવટી તંત્ર દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. યોગ દિવસની ઉજવણીમાં કેશોદ ડીવાયએસપી, મામલતદાર, પોલીસ સ્ટાફ, જીઆરડી સ્ટાફ, આરોગ્ય સ્ટાફ, વીએસ પબ્લિક સ્કૂલ આદર્શ નિવાસી શાળા પરિવાર તથા ગ્રામજનો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી યોગ કર્યા હતા. યોગ દિવસની ઉજવણી નિમીતે યોગ બોર્ડના ટ્રેનર કોચીસ દ્વારા યોગ કરાવવામાં આવ્યા હતા અને ઉપસ્થિત તમામને વહીવટી તંત્ર દ્વારા વિશ્વ યોગ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

error: Content is protected !!