જૂનાગઢ : પરિણીત યુવતિને સાસારીયા તરફથી મારકુટ ત્રાસની ફરીયાદ

0

જૂનાગઢનાં ખલીલપુર રોડ એકતાનગર જાેષીપરા ખાતે રહેતા નિકિતાબેન નિકુંજભાઈ ઉસદડીયા (ઉ.વ.ર૬)એ તેમના પતિ નિકુંજભાઈ જમનભાઈ ઉસદડીયા, શારદાબેન જમનભાઈ રહે. શ્રીનિકુંજ મુરલીધરનગર, ડોબરીયા વાડી જેતપુર તેમજ પ્રવિણભાઈ પોપટભાઈ ઉઘાડ રહે. થાણાગાલોલ, મુકેશભાઈ પોપટભાઈ ઉઘાડ ડોબરીયા વાડી જેતપુર અને મુકેશભાઈ ગોકળભાઈ ઉસદડીયા રહે. ટીકર તા. વંથલીવાળા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે,
તા. ૩૦-૧૧-ર૦ર૦નાં લગ્નજીવનનાં થોડા દિવસો બાદ આજદિવસ સુધીમાં આ કામનાં આરોપી નં.૧ને અન્ય આરોપીઓની ચડામણીથી નિકિતાબેનને ઘરકામ બાબતે તથા કરીયાવર બાબતે મેણાંટોણા મારી તું મને ગમતી નથી, જાેતી નથી અને અમને છુટાછેડા આપી દે તેવું કહી મારકુટ કરી તેમજ શંકા કરી પ્રથમ સાત–આઠમનો તહેવાર હોય જે તહેવાર કરવા પિયર ન મોકલી અને માર મારેલ તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી પહેરેલ કપડે ફરીયાદીનાં કપડા, દર દાગીના રાખી લઈ કાઢી મુકયાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપીઓ વિરૂધ્ધ દહેજધારાનાં કાયદા અંતર્ગત ગુનો દાખલ કરેલ છે.

error: Content is protected !!