ખંભાળિયામાં તાજેતરમાં વિશ્વ યોગ દિન નિમિત્તે નગરપાલિકાના ઉપક્રમે મ્યુનિસિપલ ગાર્ડન ખાતે સુંદર ઉજવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત બગીચામાં શેઠ દા.સુ. હાઈસ્કૂલની છાત્રાઓ- શિક્ષકો તથા નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન પરમાર, કારોબારી ચેરમેન હીનાબેન આચાર્ય, જિલ્લા મહિલા ભાજપના નિમિષાબેન નકુમ તેમજ રવિશંકરના અનુયાયી દિલીપભાઈ વિઠલાણી સહિતના ૫૦૦ જેટલા યોગ કર્મીઓ જાેડાયા હતા. આ કાર્યક્રમ અંતર્ગત યોગથી થતા લાભ, સામાન્ય જીવનમાં યોગનું મહત્વ તથા આ અંગેના પ્રાસંગિક પ્રવચનો પણ કરવામાં આવ્યા હતા. જેમાં યોગ અને આસન તથા પ્રાણાયામથી વર્તમાન, તણાવયુક્ત જીવનમાં થતા ફાયદાઓ અંગે ઉપસ્થિતોને માહિતગાર કરવામાં આવ્યા હતા.