માંગરોળ રૂરલ પીજીવીસીએલ ડેપ્યુટી ઈજનેર જે.એમ. બારીયા અને કોન્ટ્રાક્ટ ટીમ દ્વારા રંગાલી સીમશાળા વાડી વિસ્તાર વર્ષો જૂનો ખોડાદા ફીડરમાંથી આર્મી વાળા ટ્રાન્સફોર્મરમાંથી લો વોલ્ટેજનો આશરે વીસેક વર્ષ પહેલાનો પ્રશ્ન ઉકેલ્યો છે. બીજુ ટ્રાન્સફોર્મર મોટું મુકીને સવારેથી ધૂમ તડકામાં સાથે રહી કામ કરાવતા આ વિસ્તારમાં ખુશીનો માહોલ થયો હતો. તાલુકા ભાજપ મહામંત્રી દાનાભાઈ ખાંભલા સાથે રહી અભિનંદન પાઠવ્યા હતા. જે.એમ. બારીયા પણ આ વિસ્તારના આ કામમાં મદદ કરતા લોકોનો પણ આભાર માની વિશ્વાસ આપતા જણાવેલ કે, આ આ રીતે સપોર્ટ મળે તો હજુ ઘણા પ્રશ્નો વહેલી તકે હલ થશે તેવી આશા વ્યક્ત કરેલ હતી.