૧. એવું કહેવામાં આવી રહ્યું છે કે, એકનાથ શિંદે પાસે લગભગ ૪૬ ધારાસભ્યો છે અને શિવસેના તેમને મનાવવામાં નિષ્ફળ રહી છે. આવી સ્થિતિમાં પાર્ટી પાસે કોઈ વિકલ્પ બચ્યો નથી અને ઉદ્ધવ ઠાકરે સીએમ પદ ઉપરથી રાજીનામું આપી શકે છે.
ર. કેબિનેટની બેઠક બોલાવી અને રાજીનામું આપી શકે છે. વાસ્તવામાં એકનાથ શિંદે પાસે ૪૬થી વધુ ધારાસભ્યો હોવાનાં અહેવાલ છે અને તેઓ હવે ભાજપ સાથે જઈ શકે છે. તેમની પાસે બે તૃતીયાંશથી વધુ ધારાસભ્યો છે, તેથી પક્ષપલટા વિરોધી કાયદો પણ લાગું થશે નહી. આ જ કારણ છે કે, શિવસનેા હવે સરકાર બચાવવાની આશા છોડી રહી છે.
૩. શિવસેનાનાં વરિષ્ઠ નેતા સંજય રાઉતે ખુદ ટિવટ કરીને સંકેત આપ્યા છે કે, સરકાર જઈ રહી છે. તેમનું ટિવટ સૂચવે છે કે, શિવસેના સરકાર રાજયપાલને વિધાનસભા ભંગ કરવાની ભલામણ કી શકે છે.
૪. જાેકે, રાજયપાલ લઘુમતી સરકારની ભલામણને ફગાવી શકે છે. આવી સ્થિતિમાં ભાજપ એકનાથ શિંદેનાં જૂથનાં ધારાસભ્યોની મદદથી સરકાર બનાવવાનો દાવો કરી શકે છે. આ રીતે શિવસેના, એનસીપી અને કોંગ્રેસનાં હાથમાંથી મહારાષ્ટ્રની સત્તા છીનવાઈ શકે છે અને ભાજપ પાસે જઈ શકે છે.
પ. એકનાથ શિંદેને વીડિયો અને તસ્વીરો જાહેર કરી હતી, જેમાં તેમની સાથે ૩૬ ધારાસભ્યો જાેવા મળ્યા હતા. ત્યારથી શિવસેનાનું વલણ ઢીલું પડતું જણાઈ રહ્યું હતું.
૬. સંજય રાઉતે મીડિયા સાથે વાત કરતા ત્યારે જ કહ્યું હતું કે, વધુમાં વધુ જે થશે તે સરકાર જતી રહેશે. તેમનાં નિવેદન બાદથી એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે, શિવસેના હવે શાસ્ત્રો મુકતી જાેવા મળી રહી છે.
૭. સંજય રાઉતે કહ્યું હતું કે, મોટાભાગે ગમે તે થાય, સત્તા જતી રહેશે. આદિત્ય ઠાકરેએ તેમનાં ટિવટર બાયોમાંથી મંત્રીને હટાવી દીધા છે તે હકિકત દ્વારા પણ સરકારનાં પતનનો સંકેત આપવામાં આવી રહ્યો છે.
૮. આ દરમ્યાન ભાજપની છાવણી સક્રિય બની છે. ભાજપનાં ધારાસભ્યો પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનાં ઘરે પહોંચી રહ્યા છે. ચંદ્રકાંત પાટીલ, આશિષ સાયલર જેવા વરિષ્ઠ નેતાઓ પણ તેમનાં ઘરે પહોંચી ગયા છે.
૯. બીજી તરફ, મંગળવારે સવારે સુરતની લા મેરીડિયન હોટલ પહોંચેલા એકનાથ શિંદે હવે ગુવાહાટી પહોંચ્યા છે, જયાં ભાજપનાં ધારાસભ્યએ તેમનું સ્વાગત કર્યું હતું. સૂત્રોને ટાંકીને અહેવાલ છે કે, એકનાથ શિંદે ભાજપ સાથે મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે.
૧૦. ગુવાહાટીમાં મીડિયા સાથે વાત કરતા એકનાથ શિંદેએ પણ આ વાતનો સંકેત આપ્યો હતો. તેમણે કહ્યું કે, અમારી પાસે ૪૦થી વધુ ધારાસભ્યોનું સમર્થન છે અને ટુંક સમયમાં કેટલાક વધુ અમારી સાથે જાેડાઈ શકે
છે.