ગુજરાતમાં મર્જરનાં નામે છ હજારથી વધુ શાળાઓ બંધ કરાઈ હોવાનો આમ આદમી પાર્ટીનો આક્ષેપ

0

આમ આદમી પાર્ટીનાં નેશનલ જાેઈટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ એક વીડિયો દ્વારા ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા વિષે વાત કરતા કહ્યું કે, ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે એક તરફ ગુજરાત સરકાર શાળાઓમાં પ્રવેશોત્સવ નામનો કાર્યક્રમ કરવા જઈ રહી છે તો બીજી તરફ ગુજરાતની શાળાઓમાં રપ૦૦૦ શિક્ષકોની ઘટ છે, ગુજરાત સરકાર તેને સમાપ્ત કરવા માટે કોઈપણ પગલા ભરી રહી નથી. આજે ગુજરાતની ૧૮,૦૦૦ શાળાઓમાં વર્ગખંડોની અછત છે, ૬૪૦૦ શાળાઓમાં રમત-ગમત માટે મેદાન પણ નથી. મને સમજાતું નથી કે, આ કેવી શાળા છે જયાં કોઈ વર્ગખંડ નથી અને મેદાન નથી. આવી સ્થિતિમાં ગુજરાતનાં બાળકો કયાં ભણશે અને કેવી રીતે રમશે ? ગુજરાતમાં આ તમામ શાળાઓની હાલત એવી છે કારણ કે, ત્યાં કોઈ સાંસદ કે ધારાસભ્યનો પુત્ર અભ્યાસ કરતો નથી, માત્ર ગરીબ લોકોનાં બાળકો જ અભ્યાસ માટે જાય છે. ગુજરાતમાં મર્જરનાં નામે ૬૦૦૦થી વધુ શાળાઓ બંધ કરવામાં આવી છે. આપણે ગરીબ અને મધ્યમ વર્ગનાં બાળકોને સારૂ શિક્ષણ લે અને ભણી-ગણીને આગળ વધે તેનાં માટે આપણે તેમને સારી શિક્ષણ વ્યવસ્થા આપવી પડશે કેમ કે, શિક્ષણ તેમનો અધિકાર છે. જાે શાળાઓમાં શિક્ષકો જ નથી તો આવ કાર્યક્રમો કરવાથી શું ફાયદો થશે ? ભાજપ સરકાર પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો કરીને શિક્ષકોની ઘટ છૂપાવી શકે નહી. શાળા શરૂ થાય તે પહેલા જ સરકારે યોગ્ય સંખ્યામાં શિક્ષકોની ભરતી કરવી જાેઈએ. પહેલાથી જ રાજયમાં બેરોજગારોની સંખ્યા ઘણીવધારે છે તેથી જાે બેરોજગાર યુવાનોને શિક્ષકોની નોકરી મળે તો રોજગારની સમસ્યાની સાથે સાથે શાળામાં શિક્ષકોની ઘટની સમસ્યા પણ દુર થઈ શકે તેમ છે. માત્ર પ્રાથમિક શાળાઓમાં જ ૧૦,૦૦૦થી વધુ શિક્ષકોની અછત છે. પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અછત હોવી અને એત્યંત વિકટ પરિસ્થિતિની વાત છે. ગુજરાત સરકાર માટે શરમજનક બાબત છે કે, શિક્ષકોની આટલી મોટી અછત છે.
અમને સમજાતું નથી કે, ભાજપની ભ્રષ્ટ સરકાર વિકાસની વાતો કયા મોઢે કરે છે. ગુજરાતનાં શિક્ષકોની આ ઘટ ગુજરાતનાં બાળકો સાથે અન્યાય છે. શાળામાં શિક્ષકોની અછતને કારણે વિદ્યાર્થીઓ ઉપર નકારાત્મક અસર પડે છે. ગુજરાત સરકારને મારી આ અપીલ છે કે, પ્રવેશોત્સવની સાથે સાથે શાળઓમાં રપ૦૦૦ શિક્ષકોની અછતનો અંત આવે. આ સાથે ૧૮,૦૦૦ વર્ગખંડની અછત છે, તે પણ પુરી કરવી જાેઈએ, ૬૪૦૦ શાળાઓમાં જયાં મેદાન નથી ત્યાં મેદાનની વ્યવસ્થા કરવામાં આવે અને જે શાળાઓ મર્જરનાં નામે બંધ થઈ ગઈ છે તે ફરીથી ચાલુ કરવામાં આવે.

error: Content is protected !!