એક સમયે સુરત માત્ર હીરા અને કાપડ ઉદ્યોગ માટે જ નામનાં ધરાવતું હતું. જાેકે, આજે સ્થિતિ પલટાઈ ગઈ છે. ગુજરાત ભાજપના તથા આમ આદમી પાર્ટીનાં પ્રદેશ અધ્યક્ષ સુરતનાં છે. સાથે જ સુરતમાંથી ગુજરાતમાં ચાર મંત્રીઓ છે. જયારે કેન્દ્રમાં પણ એક મંત્રી સુરતનાં છે. આમ સુરતમાંથી કુલ પાંચ મંત્રીઓ બે પક્ષનાં પ્રમુખો સુરતનાં છે.
મહારાષ્ટ્રની રાજકારણમાં પણ હલચલ સુરતે મચાવી હોવાથી હીરા અને કાપડ નગરીનો રાજકીય દબદબો ન માત્ર ગુજરાત પણ દેશમાં પણ વધતો જાેવા મળી રહ્યો છે.