અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં સોૈ પ્રથમ વખત ભગવાન માટે બખ્તર તૈયાર કરાયું છે. રાજા બખ્તર ધારણ કરતા હતા. જયારે જગતનો નાથ સોૈનો રાજા છે. ત્યારે ભગવાન જથન્નાથ માટે મોતીથી ડીઝાઈન કરેલું બખ્તર તૈયાર કરાયું છે. ગોલ્ડન રંગનાં ખાદી સિલ્કનાં કાપડ ઉપર રેશમ વર્ક, ટીક્કી વર્ક તેમજ મોરની ડિઝાઈન કરી રજવાડી વાઘા તૈયાર કરાયા છે.