પત્નીને બિભત્સ મેસેજ કરી શારીરિક – માનસીક ત્રાસ આપ્યાની ઘટનામાં પરિણીતાએ તેના પતિ અને સાસુ વિરૂધ્ધ જૂનાગઢ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબીમાં રહેતા અને જીએસટીમાં નોકરી કરતા આરોપી હિરેન અનીલભાઈ વૈષ્ણવે ફરીયાદી પુજાબેન રહે. જૂનાગઢને લગ્ન બાદ કરીયાવર તેમજ માવતરનાં ઘરેથી પૈસા લઈ આવવા બાબતે આરોપી નં.ર ચંદ્રીકાબેન અનીલભાઈ વૈષ્ણવે આરોપી નં.૧ને ચડામણી કરી મેણાટોણાં મારી ઢીકાપાટુનો માર મારી મોબાઈલમાં ભુંડી ગાળો કાઢી, બિભત્સ મેસેજ કરી શારીરિક દુઃખ ત્રાસ આપી, ઘરમાંથી નીકળી નહીંતર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવમાં પોલીસે બંને વિરૂધ્ધ ગુનો નોંધી પીઆઈ કે.ડી. કરમટાએ આગળની તપાસ હાથ ધરી છે.