જૂનાગઢ સેજની ટાંકી પાસે આવેલ શિવશકિત ચાની દુકાનવાળો પીન્ટુ મનસુખભાઈ કોળી વરલી મટકાનાં આંક ફરજનો જુગાર રમાડતો હોવાની બાતમીનાં આધારે જૂનાગઢ ક્રાઈમ બ્રાંચે રેડ પાડતાં શિવશકિત ચાની દુકાનની બહારથી પિન્ટુ મનસુખભાઈ માલમ રહે. શકકરીયા ટીંબે, કૈલાશનગર તથા જાવીદ ઉર્ફે સાજીદ અયુબભાઈ શેખ રહે. કુંભારવાડાને રોકડ રૂા. ર૩૦૧૦, મોબાઈલ ફોન-૩ મળી કુલ રૂા. ૩૯૦૧૦ ઝડપી લીધેલ છે. માંગરોળ જૂનાગઢ ક્રાઈમ બ્રાંચનાં સ્ટાફે માંગરોળનાં લાલજી મંદિર સામે ચોકમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા ઉમેશ ચંદુલાલ તન્નાને રોકડ રૂા. ૧૦ર૦૦, મોબાઈલ ફોન-૧ મળી કુલ રૂા. ૧૧ર૦૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.
જયારે માંગરોળ પોલીસે માંગરોળમાંથી વરલી મટકાનો જુગાર રમતા અલ્તાફ ઉર્ફે ભાઈ મહમદભાઈ ડામર (રહે. વંથલી)ને રોકડ રૂા. ર૧૦, મોબાઈલ-૧ મળી કુલ રૂા. ૭૧૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.