જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીન્દર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા વ્યાજખોરો વિરૂદ્ધ પ્રજાની મદદ કરવાની કાર્યવાહીના ભાગરૂપે વ્યાજખોર આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વ્યાજ વટાવના અને બળજબરીથી ખંડણી ઉઘરાવવાના ગુન્હામાં આરોપી આદિત્ય ઉર્ફે ગાંધી જયંતીભાઈ સોલંકી રહે.બોર્ડિંગ વાસ, જૂનાગઢ તથા આરોપી ગૌતમ દિનેશભાઈ પાતર(ઉ.વ.૨૩) રહે. બોમ્બે હોટલ સામે, મકબૂલ ચેમ્બર, જૂનાગઢની ધરપકડ કરી, નામદાર કોર્ટ હવાલે કરતાં, જેલ હવાલે કરવામાં આવેલ હતા. આ બંને આરોપીઓએ વારાફરતી જ્યું.ફ.ક્લાસ કોર્ટ તેમજ નામદાર સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરતા, અનેક ગણું વ્યાજ લેનાર અને વ્યાજ માટે અસહ્ય ત્રાસ ગુજારી, છરી સાથે મારી નાખવાની ધમકી આપવાના ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇને નામદાર કોર્ટ દ્વારા બંને આરોપીઓના જામીન પણ ના મંજૂર કરવામાં આવેલ હતા. તાજેતરમાં આરોપી ગૌતમ દિનેશભાઈ પાતર(ઉ.વ.૨૩) રહે. બોમ્બે હોટલ સામે, મકબૂલ ચેમ્બર, જૂનાગઢએ નામદાર સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરતા, ડીસ્ટ્રીક અને સેશન્સ જજ આર.કે. ચૂડાવાલા દ્વારા આરોપીના જામીન નામંજૂર કરવામાં આવેલ છે. આ પહેલા આ ગુન્હાના મુખ્ય સૂત્રધાર આરોપી આદિત્ય ઉર્ફે ગાંધી જયંતીભાઈ સોલંકી (ઉ.વ.૩૦) રહે. બોર્ડિંગ વાસ, જૂનાગઢના રેગ્યુલર જામીન નામંજૂર કરવામાં આવેલ હતા. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એન.આર. પટેલ, પીએસઆઈ કે.કે.મારૂ તથા સ્ટાફના હે.કો. ધાનીબેન, નીતિનભાઈ, મુકેશભાઈ, વનરાજસિંહ સહિતની ટીમ દ્વારા પકડાયેલ મુખ્ય આરોપી આદિત્ય ઉર્ફે ગાંધી જયંતીભાઈ સોલંકી (ઉ.વ.૩૦) રહે. બોર્ડિંગ વાસ, જૂનાગઢ તથા આરોપી ગૌતમ દિનેશભાઈ પાતર (ઉ.વ.૨૩) રહે. બોમ્બે હોટલ સામે, મકબૂલ ચેમ્બર, જૂનાગઢ બાબતે નામદાર કોર્ટ દ્વારા વ્યાજખોર આરોપીઓ વિરૂદ્ધ નોંધાયેલ ગુન્હાઓ તથા વ્યાજખોરોના સામાન્ય લોકો ઉપર ત્રાસ ગુજારતા આરોપીઓ બાબતે ગંભીરતા ધ્યાને લઇ, મુખ્ય સૂત્રધાર આદિત્ય ઉર્ફે ગાંધી તથા આરોપી ગૌતમ દિનેશભાઈ પાતરના જામીન નામંજૂર કરવામાં આવેલ હતા. આમ, વ્યાજખોર આરોપીઓ વિરૂદ્ધ નામદાર કોર્ટ દ્વારા પણ કડક વલણ અપનાવતા, ગેર કાયદેસર વ્યાજે નાણાં ધીરતા વ્યાજખોર આરોપીઓમાં ફફડાટ ફેલાયો છે. જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એન.આર. પટેલ, પીએસઆઈ કે.કે. મારૂ તથા સ્ટાફ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.