ટમેટાના ભાવમાં ફરી આસમાની ઉછાળો આવ્યો છે અને પ્રતિ કિલોના ભાવ રૂા.૮૦ને આંબી ગયો છે. સ્થાનિક લેવલે ઉત્પાદનમાં અને કર્ણાટકની આવકમાં ઘટાડો થતા ભાવ ઉપર તેની અસર પડી છે. બજારમાં ૯૦ ટકા જેટલી આવક ઘટી ગઈ છે. ગૃહણીઓએ મજબુર વશ આટલા મોંઘા ટમેટાની ખરીદી કરવી પડી રહી છે. ટમેટાના ભાવ પ્રતિ કિલોએ રૂા.૮૦ સ્થાનિક બજારમાં થવા અંગે વેપારીઓએ જણાવ્યું હતું કે, આ વર્ષે વાતાવરણની અસર ઉત્પાદન ઉપર પડતા ગુણવતા યુક્ત ટમેટાની આવક થઈ નથી વાવણીના ૨૫ ટકા જ ટમેટા સારી ગુણવતાના થયા છે. જ્યારે ૭૫ ટકા પાક બગડી ગયો છે.