જૂનાગઢ તાલુકાના બિલખા ગામના મહિલા ખેડૂતને અકસ્માત વીમા અંતર્ગત રૂપિયા દોઢ લાખનો ચેક અર્પણ કરાયો

0

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ દ્વારા જૂનાગઢ તાલુકા વિસ્તારના માર્કેટિંગ યાર્ડ ખાતે નોંધ કરાયેલા ખેડૂતો માટે અકસ્માત વીમા પોલીસી અંતર્ગત અકસ્માત સહાયનું પ્રિમીયમ ભરવામાં આવે છે, જૂનાગઢ તાલુકાના યાર્ડ ખાતે નોંધાયેલા ખેડૂતોનું અકસ્માતે મોત થવાના બનાવમાં એમને સહાય મળી રહે તેવા શુભ હેતુ સાથે માર્કેટિંગ યાર્ડ ખેડૂતોની મદદ કરી રહી છે, ત્યારે જૂનાગઢ તાલુકાના બિલખા (ભલગામ)ના ખાતેદાર ખેડૂત સુમિતાબેન નાથાભાઈ લાલૈયાનું વિસાવદર ખાતે અકસ્માતે મુત્યું થયેલ હતું. તેમના મૃત્યુંની નોંધ અરજી સ્વરૂપે માર્કેટિંગ યાર્ડ ખાતે આવતા જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના ચેરમેન કિરીટ પટેલ અને સર્વે ડિરેક્ટરોએ જરૂરી અરજીની ખરાઇ કર્યા બાદ સત્વરે જરૂરી કાર્યવાહી કરીને તેમને તાત્કાલિક સહાય મળી રહે એ હેતુસર પોલીસી ડિપાર્ટમેન્ટમાં મોકલી તાત્કાલિક અસરથી સહાય મંજૂર કરાવીને જૂનાગઢ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન કિરીટ પટેલ જૂનાગઢ તાલુકાના બિલખા(ભલગામ) ખાતે એમના નિવાસ સ્થાને રૂબરૂ પહોંચ્યા હતા અને માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ દ્વારા ખેડૂત અકસ્માત પોલીસી અંતર્ગત મૃત્યું પામેલ મહિલા ખેડૂત સુમિતાબેન નાથાભાઈ લાલૈયાના પરિવારજનોને અકસ્માત વીમા સહાય અંતર્ગત રૂા.૧.૫૦૦૦૦/-નો ચેક આપવામાં આવ્યો હતો. ચેક અર્પણ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી દિવ્યેશભાઈ ગજેરાએ તમામ ફોર્માલીટી પૂરી કરી હતી. આ ચેક અર્પણ વેળાએ બિલખા ગામના સરપંચ અનિલભાઈ સાબલપરા અને જીલ્લા પંચાયતના યુવા સદસ્ય અનકભાઈ ભોજક તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે એટલું ચોક્કસ કહી શકાય કે સરકારનું સૂત્ર સરકાર આપને દ્વાર એ સૂત્રને જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના ચેરમેન કિરીટભાઇ પટેલે અકસ્માત મૃત્યું અંગેની સહાયનો ચેક પોતે રૂબરૂ જઇને વારસદાર સુધી પહોંચાડીને સૂત્રને સાર્થક કરી બતાવ્યું છે એમ કહીએતો પણ નવાઈ નહીં.

error: Content is protected !!