રાજયમાં કોરોનાનાં કેસમાં ઉછાળો, વધુ ૪૧૬ લોકો સંક્રમિત થયા

0

છેલ્લા કેટલાક સમયથી કોરોના હળવો થયા બાદ જન-જીવન ફરી ધબકતું થયું હતું પણ છેલ્લા કેટલાક દિવસોથી આ મહામારીનાં કેસોએ ફરી એક વખત ઉથલો માર્યો છે. ગઈકાલે અચાનક કોવિડ-૧૯નાં કેસો ડબલ થતા ૪૦૭ જેટલા કેસો કેસો નોંધાયા હતા. હવે છેલ્લા ર૪ કલાકમાં આ આંકમાં ચિંતાજનક વધારો થયો છે અને વધુ ૪૧૬ લોકો મહામારીથી સંક્રમિત થયા છે. કોરોનાનો રિકવરી રેટ ઘટતા ચિંતાજનક સ્થિતિનું નિર્માણ થયું છે. છેલ્લા ર૪ કલાકમાં કોરોનાનાં ૪૧૬ કેસો સામે ર૩૦ લોકો સાજા થયા હતા. જાેકે, રાજયમાં કોવિડ-૧૯થી સાજા થવાનો દર ૯૮.૯પ ટકા નોંધાયો છે.

error: Content is protected !!