જૂનાગઢ ટ્રાફિક પોલીસ બોડી કેમેરાથી સજ્જ, પોલીસ અને લોકો વચ્ચેનું વર્તન જાણવાનો મુખ્ય ઉદ્દેશ

0

જૂનાગઢ શહેરમાં ટ્રાફિક પોલીસને બોડી કેમેરા આપવામાં આવ્યા છે. શહેરમાં ૧૯ ટ્રાફિક પોલીસને કેમેરા આપવામાં આવ્યા છે. આ કેસમાં સ્થળ ઉપરનું ઓડિફો અને વિડિયો રેકોડીંગ થાય છે. બોડી કેમેરાનો મુખ્ય ઉદેશ લોકો સાથે પોલીસનું અને પોલીસ સાથે લોકોનું કેવું વતર્ન છે તે જાણવાનો છે. એનક વખત ટ્રાફિક પોલીસ અને લોકો વચ્ચે સામાન્ય બબાલ થતી રહેતી હોય છે. ત્યાં બંને પક્ષને સાંભળ્યા બાદ પણ કોઈ ઉકેલ આવતો નથી. આવી પરિસ્થિતિમાં ટ્રાફિક પોલીસને આપેલા બોડી કેમેરા ખૂબ જ ઉપયોગી બની રહ્યા છે. જૂનાગઢ શહેરનાં મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિક નિયમન માટે ટ્રાફિક પોલીસ ફરજ બજાવે છે. તેમજ વાહન ચેકિંગ સહિતની કામગીરી કરતા હોય છે. જરૂર પડે ત્યારે વાહન ચાલકને દંડ પણ કરતા હોય છે. વાહન ચાલક સાથે બોલાચાલી પણ થતી હોય છે. ત્યારે આવી ઘટનાઓની ઉપરી અધિકારી સુધી ફરિયાદ થતી હોય છે. પરંતુ અધિકારી પાસે ટ્રાફિક પોલીસ અને લોકો બંને સાચા હોવાની વાત કરતા હોય છે. આવી સ્થિતિમાં કોઈ નિર્ણય આવતો નથી. ત્યારે આવી સ્થિતિને પહોંચી શકાય તે માટે ટ્રાફિક પોલીસનાં જવાનને બોડી કેમેરા આપવામાં આવ્યા છે. જૂનાગઢ શહેરમાં ટ્રાફિક પોલીસ બોડી કેમેરાથી સજ્જ બની છે. જૂનાગઢનાં સરદાર બાગ, બસ સ્ટેશન, ફાળવા ચોક, આઝાદ ચોક સહિતનાં પોઈન્ટ ઉપર ફરજ બજાવતા ટ્રાફિક પોલીસને બોડી કેમેરા આપવામાં આવ્યા છે. બોડી કેમેરા ઉપરનાં ખિસ્સામાં રહે છે અને કેમેરામાં તમામ વસ્તુનું રેકોર્ડીંગ થાય છે. આ અંગે ટ્રાફિક પીએસઆઈ પી.જી. બોદરે જણાવ્યું હતું કે, શહેરમાં ૧૯ ટ્રાફિક પોલીસને બોડી કેમેરા આપવામાં આવ્યા છે. નોકરી પૂર્ણ થાય એટલે કેમેરા ઓફીસમાં જમા કરાવી દેવા અને નોકરી ઉપર જાય ત્યારે કેમેરા સાથે લેતા જવાના હોય છે. દિવસ દરમ્યાનનું રેકોર્ડીંગ ઓફીસનાં કમ્પ્યુટરમાં લઈ લેવામાં આવે છે. બોડી કેમેરાથી સ્થળ ઉપરનું ઓડિયો અને વિડિયો રેકોર્ડીંગ મળી રહે છે. લોકો સથો પોલીસ જવાનનું અને પોલીસ સાથે લોકોનું વર્તન છે તે જાણી શકયા છે. લોકો દ્વારા મળતી ફરિયાદમાં સત્ય શું હતું તે જાણી શકાય છે. બોડી કેમેરામાં થયેલું રેકોર્ડીંગની તપાસ પણ નિયમીત પણે કરવામાં આવે છે.
ટ્રાફિક પોલીસને બે પ્રકારનાં કેમેરા અપાયા
બે પ્રકારનાં બોડી કેમેરા છે. એક બોડી ટુ કેમેરા અને બોડી થ્રી કેમેરા. બોડી થ્રી કેમેરામાં જીપીએસ હોય છે. તેમાં લાઈવ જાેઈ શકાય છે. તેમજ પોલીસ જવાન પોતાનાં પોઈન્ટ ઉપર જ છે કે નહી ? તે પણ બોડી થ્રી કેમેરામાં જાણી શકાય છે. જૂનાગઢમાં ટ્રાફિક પોલીસ પાસે એક બોડી થ્રી કેમેરો છે. બાકીનાં ૧૮ કેમેરા બોડી ટુ કેમેરા છે, તેમ પીએસઆઈ પી.જી. બોદરે જણાવ્યું હતું.
જીલ્લા પોલીસ વડા પણ કેમેરાનું ચેકિંગ કરે છે
ટ્રાફિક પોલીસ સહિત જીલ્લામાં પોલીસ સ્ટેશનમાં પણ બોડી કેમેરા આપવામાં આવ્યા છે. ત્યારે જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી પણ બોડી કેમેરાનું સતત ચેકિંગ કરતા રહે છે. જેથી પોલીસનું કેવું વર્તન છે તે પણ જાણી શકાય.
લોકો હવે દલીલ કરતા નથી : પોલીસ કર્મી
ટ્રાફિક પોલીસનાં એ.એમ. સરવૈયાએ કહ્યું હતું કે, બોડી કેમેરાનાં ઘણા ફાયદા છે. ઘણી વખત વાહન ચાલક દલીલ કરતા હોય છે. હવે લોકો ઓછી દલીલ કરે છે. તેમજ બંને પક્ષે યોગ્ય વર્તન થાય છે. પોલીસ પણ પ્રજા સાથે યોગ્ય વર્તન ન કરે તો કેમેરામાં રેકોર્ડ થાય છે.

error: Content is protected !!