માણાવદરમાં પ્રચંડ ધડાકા સાથે ત્રણ સ્થળે વિજળી ત્રાટકી : ત્રણ ઈંચથી વધુ વરસાદ

0

માણાવદર શહેરમાં ગઈકાલે વિજળીનાં લબકારા અને પ્રચંડ ધડાકાએ સમગ્ર શહેરમાં રૌદ્રસ્વરૂપે ધ્રુજાવી દીધું હતું. અને શહેરનાં ત્રણ સ્થળ ૧૧ કેવી ગૌતમનગર ટીસી ઉપર, આશા પાન પાસે મહાદેવીયા રોડ ટીસી બંને ૧૦૦ કેવીનાં ટીસી ઉપર તેમજ ૧૧ કેવી નૂતન ફીડર-ર એબીસી કેબલ ઉપર પડતાં કેબલ બળી ગયો હતો. અને અસંખ્ય વિજ સર્વિસનો બુકડો બોલી ગયો હતો. પરંતુ કોઈ જાનહાનીનાં સમાચાર ન હોવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જયારે માણાવદરમાં ગઈકાલે અનરાધાર ૩ ઈંચથી વધુ વરસાદ વરસતાં શહેરમાં તંત્રની પ્રિ-મોન્સુનની કામગીરીની પોલ ખુલી ગઈ હતી.

error: Content is protected !!