બિલખામાં હિન્દુ યુવતી ગુમ થયાનાં ઘેરા પડઘા : સવારથી ગામ સજજડ બંધ

0

બે દિવસ પહેલા બિલખાની રર વર્ષની એક હિન્દુ યુવતી ઘરેથી કોઈને કહયા વગર જતી રહી હોય અને આ યુવતીને કોઈ વિદ્યર્મી લઈ ગયો હોય એવું જાણવા મળતા હિન્દુ સમાજમાં રોષની લાગણી ફાટી નીકળી હતી. જેને લઈને આજે સવારથી બિલખાએ સજજડ બંધ પાડીને રોષ વ્યકત કર્યો છે. જાણવા મળતી વિગતો પ્રમાણે આજે ગામ લોકો કલેકટર જૂનાગઢને આ બાબતે રજુઆત કરવા જઈ રહયા છે. આ ઘટનામાં બિલખા પોલીસ દ્વારા તનતોડ મહેનત કરવામાં આવી રહી છે. પીએસઆઈ વાજાનાં માર્ગદર્શન હેઠળ મોઈબાલ લોકેશનો ટ્રેસ કરીને યુવતીની ભાળ મેળવવાનાં તમામ પ્રયાસો કરવામાં આવી રહયા છે. અને પોલીસનાં જણાવ્યા પ્રમાણે ટુંક સમયમાં જ યુવતી સહી-સલામત હાથ આવી જશે તેવી આશા વ્યકત કરી હતી.

error: Content is protected !!