ભેંસાણનાં રફાળીયા ગામે ધો.૧રમાં નાપાસ થવાની બીકે વિદ્યાર્થીનો આપઘાત

0

ભેંસાણ તાલુકાનાં રફાળીયા ગામે રહેતા એક પરીવારનાં પુત્રએ ધો.૧રમાં નાપાસ થવાની બીકે પોતાની મેળે ઉંદર મારવાની ઝેરી દવા પી લેતા તેનું મૃત્યું નીપજયું હતું. આ બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ તાલુકાનાં રફાળીયા ગામે રહેતા ઋત્વિકભાઈ કિશોરભાઈ બગડાએ ધો.૧રમાં નાપાસ થવાની બીકે પોતાની મેળે ઉંદર મારવાની ઝેરી દવા પી લેતા તેનું મૃત્યું નિપજયું હતું. આ બનાવમાં પોલીસે કિશોરભાઈ માણંદભાઈ બગડાનું નિવેદન લઈ હે.કો. એસ.એન. વાણીયાએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કેશોદ : બિમારીથી કંટાળી ઝેરી દવા પીતા મોત
કેશોદનાં વાસાવાડી વિસ્તારમાં રહેતા મંજુબેન મનસુખભાઈ અઘેરા (ઉ.વ. ૬પ) છેલ્લા દશેક વર્ષથી બીપી તથા ડાયાબીટીસની બિમારીથી પીડાતા હોય આ બિમારીથી કંટાળી જઈ પોતાની મેળે ઝેરી દવા પી લેતા તેમનું મૃત્યું નિપજયું હતું.

error: Content is protected !!