જૂનાગઢ માંગનાથ રોડ પુષ્પક એપાર્ટમેન્ટની બાજુમાં રહેતા ફરીયાદી પરેશભાઈ વનમાળીદાસ લાઠીગરાની મોટર સાયકલ નં. જીજે-૧૧-સીબી ૩૧૩૪ તેમજ ફરીયાદી ઈમ્તીયાજભાઈ ઈસ્માઈલભાઈ ખાસદાર રહે. ઉપરકોટની બાજુમાંની મોટર સાયકલ નં. જીજે-૧૧-બીઈ-૩૧૩૪ની ચોરી થયેલ હોવાની તા. ૧૯ જુનનાં રોજ ચોરી થયેલ હોવાની એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતાં એ ડીવીઝનનાં પીઆઈ એમ.એમ. વાઢેર તથા સ્ટાફે ત્વરીત કામગીરી હાથ ધરતાં ચોરાયેલ મોટર સાયકલ સાથે એક શખ્સ દિવાન ચોકમાં ઉભેલ હોવાની માહિતીનાં આધારે ઝડપી લઈ પુછપરછ કરતા ઉપરોકત ચોરીની કબુલાત આપતાં હનીફભાઈ રહેમાનભાઈ ચૌહાણ રહે. લીમડાચોક, મીનારા મસ્જીદની બાજુમાં, સ્વસ્તીક એપાર્ટમેન્ટ, બીજામાળેને ઝડપી લઈ હોન્ડા એકટીવા રૂા. ૩પ હજાર તથા હીરો સ્પેન્ડર કિંમત રૂા. ર૦ હજારનાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.
આ કામગીરીમાં એ ડીવીઝનનાં પીઆઈ એમ.એમ. વાઢેર, પીએસઆઈ બી.કે. ચાવડા, એમ.ડીફ. માડમ, આર.એમ. સોલંકી, કલ્પેશભાઈ ગેલાભાઈ, ખીમાણંદભાઈ કાનભાઈ, નરેન્દ્રભાઈ નારણભાઈ, રામભાઈ રૂડાભાઈ, રઘુવીર બાવકુભાઈ વગેરે પોલીસ સ્ટાફ જાેડાયેલ
હતો.