માણાવદર પંથકમાં ગઈકાલે ૬ થી ૮ વચ્ચે અચાનક જ આવેલા ઝંઝાવતી વિજળી અને ફુંકાયેલા વાવાઝોડા પવન સાથે અનરાધાર વરસાદે પંથકને ધમરોળી નાંખ્યું હતું. માણાવદર શહેરમાં ૩ ઈંચથી વધુ વરસાદ વરસી ગયો હતો.
આ વરસાદથી પાકને ફાયદો થયો છે. જાેકે ઈલેકટ્રીક પોલ તેમજ વૃક્ષ ધરાશયી થવાનાં બનાવો બનેલ છે. તેમજ બુરી તથા નાંદરખીમાં સર્વિસ વાયરો વાવાઝોડાનાં કારણે તુટી જતાં પીજીવીસીએલની ટીમો કામે લાગી ગઈ છે.