સોરઠમાં એકપણ બાળક શિક્ષણના અધિકારથી વંચિત ના રહે તેવા લક્ષ સાથે યોજાયેલ શાળા પ્રવેશોત્સવ સફળતાપૂર્વક સંપન્ન

0

શિક્ષણ વિભાગ દ્વારા શાળામાં અને આંગણવાડીમાં પ્રવેશપાત્ર ભુલકાઓના અવસરને યાદગાર બનાવવા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ તા.૨૩, ૨૪ અને ૨૫ જુનના રોજ યોજાયો હતો. જૂનાગઢ જિલ્લામાં રાજ્યકક્ષાએથી ૨૧ અને જિલ્લા કક્ષાએથી ૨૩૫ જેટલા અધિકારીઓ-પદાધિકારીઓ સહભાગી થયા હતા. ૪૬૩૩ કુમાર અને ૪૪૪૭ કન્યા એમ કુલ ૯૦૮૦ બાળકોના ધો.૧માં પ્રવેશ સાથે શાળા પ્રવેશોત્સવ સફળતાપૂર્વક સંપન્ન થયો છે. સરકારે પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓના પ્રવેશને વેગ આપવા સાથે પ્રવેશપાત્ર એક પણ બાળક શિક્ષણના અધિકારથી વંચિત ના રહે એવા લક્ષ સાથે જિલ્લાની ૭૨૦ શાળામાં આયોજીત પ્રવેશોત્સવમાં લોકોએ કુલ રૂા.૩૧.૭૭ લાખનો ઉદાર હાથે રોકડ તેમજ વસ્તુ સ્વરૂપે સહયોગ આપ્યો હતો. જિલ્લાની ૭૨૨ શાળાઓમાં માળખાગત સુવિધા પુરી પાડવા શાળા પ્રવેશોત્સવ દરમ્યાન મહાનુભાવોના હસ્તે કુલ રૂા.૨૭૧૧ લાખના ખર્ચે ૨૮૭ નવનિર્મિત ઓરડાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ૮૧૩ લાખના ખર્ચે નવા નિર્માણ થનાર ૮૯ ઓરડાઓનું ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં ૨૦૦૨-૦૩ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી શરૂ કરાયેલા શાળા પ્રવેશોત્સવની આ અવિરત યાત્રા મૃદ્દુ અને મકકમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ૨૦૨૨માં પણ સફળતાપૂર્વક યોજાઇ હતી. શાળા પ્રવેશોત્સવથી ડ્રોપ આઉટ રેશીયામાં નોંધપાત્ર ઘટાડો થવા સાથે શિક્ષણના સ્તરમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે. ધો.૧માં શાળા સાથે નાના ભુલકાઓ આંગણવાડીના બાળકોનું પણ ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. જૂનાગઢ જિલ્લામાં આંગણવાડીમાં ૩૨૪૬ કુમાર અને ૨૯૩૮ કન્યાને પણ વિધિવત પ્રવેશ અપાયો હતો.

error: Content is protected !!