કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતી કરી ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા

0

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ૧૪૫મી રથયાત્રાના પાવન અવસરે અમદાવાદ શહેરના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં સહભાગી થઈ ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા હતા. અમદાવાદ શહેર જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત માટે આસ્થાના પ્રતીક સમાન એવી રથયાત્રાના પાવન અવસરે આજે વહેલી સવારે મંગળા આરતીમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ જાેડાયા હતા. સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા, પૂર્વ ગૃરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિએ ભક્તજનોનો ઉત્સાહ વધાર્યો હતો. ભગવાન જગન્નાથ પ્રતિવર્ષ પોતાના ભક્તોને દર્શન આપવા સામે ચાલીને નગરયાત્રાએ નીકળે છે, ઉલ્લેખનીય છે કે, દેશભરમાં ભગવાન જગન્નાથ પ્રત્યે દ્રઢ આસ્થા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદ જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરીને ભગવાન જગન્નાથના આશીર્વાદ મેળવ્યા હતા.

error: Content is protected !!