શિવસેનાનાં પ્રમુખ ઉધ્ધવ ઠાકરે સામે રાજકીય બળવો કરનાર એકનાથ શિંદે મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી બન્યા

0

શિવસેનાનાં પ્રમુખ ઉધ્ધવ ઠાકરે વિરૂધ્ધ રાજકીય બળવો કરનારા એકનાથ શિંદે મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી બની ગયા છે. આજે અમે તમને એકનાથ શિંદેનાં જીવન વિષે સંકળાયેલી ૧૦ મોટી વાતો જણાવી રહ્યા છીએ.
૧. એકનાથ શિંદે કિશોરાવસ્થામાં સતારા જીલ્લામાંથી મુંબઈ આવ્યા હતા. તે થાણેમાં ઓટોરિક્ષા ચલાવતા હતા. ૧૯૮૦નાં દાયકાથી તેમણે શિવસેના માટે કામ કરવાનું શરૂ કર્યં. થાણેનાં મજબૂત નેતા આનંદ દિઘેનાં સંપર્કમાં આવ્યા બાદ તેઓ શિવસેનામાં જાેડાયા હતા.
ર. બાલાસાહેબ ઠાકરેનાં સમયમાં આનંદ દિઘે શિવસેનામાં નંબર ટુ નેતા ગણાતા હતા. આનંદ દિઘેને એકનાથ શિંદેનાં રાજકીય ગુરૂ પણ કહેવામાં આવે છે. જાેકે, ર૦૦૧માં દિઘેનાં મૃત્યું પછી થાણેનું રાજકારણ એકનાથ શિંદેનાં હાથમાં આવી ગયું.
૩. શિવસેનામાં જયારે મજુર સંઘની શરૂઆત થઈ ત્યારે શિંદે તેનાં નેતા બન્યા. અહીથી શિંદેએ રાજકારણમાં પોતાનું કામ વધુ તીવ્ર કર્યું. આ પછી શિંદે રાજકારણમાં પોતાની જાતને મજબૂત કરતા રહ્યા અને થાણેમાં લોકો વચ્ચે શાખ બનાવી.
૪. શિંદે વર્ષ૧૯૯૭માં થાણે મ્યુનિસિપલ કોર્પોેરેશન માટે ચૂંટાયા હતા. આ પછી તેમને શિવસેનાએ થાણેમાં પાર્ટીનું કામ કરવાની જવાબદારી સોંપી હતી. હવે શિંદેને આ ક્ષેત્રમાં પોતાની રાજકીય પકડ મજબૂત કરવાની તક મળી.
પ. એકનાથ શિંદે ર૦૦૪માં મહારાષ્ટ્ર વિધાનસભા માટે ચૂંટાયા હતા. ત્યારે રાજ ઠાકરેએ પારિવારિક કારણોસર શિવસેના છોડીને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે)ની રચના કરી હતી. તે પછી પાર્ટીમાં એકનાથ શિંદેનું કદ વધુ મોટું થઈ ગયું.
૬. એકનાથ શિંદેનાં પુત્ર શ્રીકાંત શિંદે કલ્યાણથી લોકસભા સાંસદ છે અને તેમનાં ભાઈ પ્રકાશ શિંદે કાઉન્સિલર છે. જયારે શિવસેનાએ રપ વર્ષ પછી ભાજપ સાથે સંબંધો તોડી નાખ્યા અને એકલા હાથે ચૂંટણી લડી ત્યારે શિંદે રાજય વિધાનસભામાં વિરોધ પક્ષનાં નેતા બન્યા.
૭. શિવસેનાનાં મુખ્ય મુશ્કેલી નિવારક એકનાથ શિંદેએ યશવંતરાવ ચવ્હાણ મહારાષ્ટ્ર ઓપન યુનિવર્સિટીમાંથી આટર્સમાં ગ્રેજયુએશન પૂર્ણ કર્યું છે. તેઓ સતત ચાર વખત મહારાષ્ટ્ર વિધાનસભામાં ચૂંટાયા છે. તેમાં ર૦૦૪, ર૦૦૯, ર૦૧૪ અને ર૦૧૯નો સમાવેશ થાય છે.
૮. એકનાથ શિંદેની પાર્ટીની અંદર ઘણી પકડ છે. શિવસેનાનાં લગભગ ૩૯ ધારાસભ્યો આ સમયે તેમની છાવણીમાં જાેડાયા છે. તે જ સમયે, પાર્ટીનો ગઢ ગણાતા થાણેમાં તેમની રાજકીય પકડ ઘણી મજબૂત છે.
૯. મહારાષ્ટ્રની રાજનીતિમાં શિવસેનાનાં પ્રબળ નેતા એકનાથ શિંદેનું નામ ર૦૧૯માં મુખ્યમંત્રી પદની રેસમાં આગળ હતું, પરંતુ મહા વિકાસ આઘાડીનાં કારણે શિંદેએ પોતે પીછેહઠ કરી અને ઉધ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી બનાવવાની હિમાયત કરી.
૧૦. એક સમયે, એકનાથ ઠાકરે પરિવારનાં સોૈથી નજીકનાં ગણાતા હતા. પરંતુ બદલાયેલા સંજાેગોમાં આજે તેઓ ઠાકરે પરિવારનાં કટ્ટર દુશ્મન બની ગયા છે. જેમણે ઉધ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી પદેથી ઉતાર્યા અને પોતે રાજયનાં મુખ્યમંત્રી બન્યા છે.

error: Content is protected !!