વેચાણ કરારથી ટ્રક મેળવી બાદમાં અન્યને વહેંચી દઈ છેતરપીંડી કરી

0

જૂનાગઢ તાલુકાનાં પ્લાસવા ગામે રહેતા ગાંગાભાઈ રણમલભાઈ પરમાર (ઉ.વ.૩૦)એ આરોપીઓ વિરૂધ્ધ તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે જેમાં આ કામનાં આરોપી નં.૧ અંકિતભાઈ ભુપતભાઈ કાનપરા રહે. જૂનાગઢ વાળાએ ફરીયાદીનો ટ્રક નં.જીજે-૧૮ એટી – ૯૩૯૩ વેચાણ કરારથી મેળવી ફાઈનાન્સની રકમ ન ભરી તથા આરોપી નં.ર અમીનમીંયા મહમદમીંયા મટારી સૈયદ રહે. રામદેવપરા પાસે ટ્રકમાં ચેસીસ નંબર બદલી તથા એન્જીન નંબરની ટીકડી કાઢી નાખી ટ્રકનાં કલર કામમાં ફેરફાર કરી પોતાની ચાલુ ફાઈનાન્સ વાળી ટ્રક નં. જીજે-૧૧-વાય – પપર૦માં નંબર પ્લેટ લગાડી તેમજ આરોપી નં.૩ પ્રતાપભાઈ રામભાઈ ભોગેસરા, કેશુભાઈ રામભાઈ ભોગેસરા અને ટ્રક દલાલ અનવરખાન નૂરખાન બ્લોચ મારફતે યોગેશભાઈ ભીખાભાઈ કાચાને ટ્રકનું વેચાણ કરી છેતરપીંડી કરી હતી. આ બનાવમાં પોલીસે આ પાંચેય શખ્સો તેમજ તપાસમાં ખુલે તે તમામ સામે ગુનો નોંધી પીએસઆઈ પી.વી. ધોકડીયાએ આગળની તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!