વિસાવદરનાં શોભાવડલા લશ્કર ગામે રહેતા નિલેશભાઈ જેરામભાઈ ખાંભુએ આ કામનાં આરોપી કપીલ પ્રકાશભાઈ રાણવા તથા હિતેશ કિશોરભાઈ રાણવા વિરૂધ્ધ અગાઉ વિસાવદર પોલીસ ખાતે તેની નાની બહેન બાબતે પોકસોનો ગુનો નોંધાવેલ જે અંગે આરોપીઓએ સમાધાન કરવાનું કહેતા પરંતુ ફરીયાદીને સમાધાન કરવું ન હોય જે અંગેનું મનદુઃખ રાખી કપીલ, હિતેશ, કૌશિક કિશોરભાઈ રાણવા અને નકુલ પ્રકાશભાઈ રાણવાએ ફરીયાદી તથા સાહેદને ઢીકાપાટુ અને લાકડીથી માર માર્યો હતો. આ બનાવમાં પોલીસે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
જૂનાગઢ : ગાંધીચોક નજીક કાર હડફેટે યુવતીને ઈજા
રાજકોટનાં સાંગાણી કોટડા ગામે રહેતા રતનબેન વિજયભાઈ ડાભી (ઉ.વ.ર૬) પોતાની માતાની દવા લઈ ગાંધી ચોક થી બસસ્ટેશન તરફ ચાલીને જતા હતા ત્યારે પાછળથી સફેદ કલરની કાર નં. જીજે-૦૧ – એચટી – ૩૪૯૭નાં ચાલકે ઠોકર મારી દેતા રતનબેનને પગ સહિતનાં શરીરનાં ભાગોમાં ઈજા પહોંચી હતી. અકસ્માત સર્જી કાર ચાલક નાસી ગયો હતો. બી ડીવીઝન પોલીસે કાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.
ધામિર્ક લાગણી દુભાવતું ઓડિયો રેકોર્ડીંગ કરનાર બે વ્યકિત સામે કાર્યવાહી
જૂનાગઢ બી ડીવીઝન પોલીસે જાેષીપરા વિસ્તારમાં રહેતા પ્રતિકભાઈ નારણભાઈ બારૈયા અને ભીખનભાઈ સરમણભાઈ સવાણ વિરૂધ્ધ ધામિર્ક લાગણી દુભાવતું ઓડીયો રેકોર્ડીંગ કરવા સબબ ગુનો નોંધી પીએસઆઈ કે.કે. મારૂએ ધોરણસરની કાર્યવાહી કરી હતી.
મોતીબાગ સર્કલ પાસે ડમ્પરે ઠોકર મારતા કારને નુકશાન
જૂનાગઢમાં રહેતા બીપીનભાઈ ભગવાનજીભાઈ શીંગાળા પોતાના પરીવાર સાથે ઓડી ગાડી નં. એમએચ ૪૬ બીએ ૦૪ર૪ લઈને મોતીબાગ સર્કલ પાસેથી પસાર થતા હતા ત્યારે ડમ્પર નં. જીજે-૧૧-ટીટી – ૭૭૧૯નાં ચાલકે ઠોકર મારી દેતા કારમાં નુકશાન પહોંચ્યું હતું. આ બનાવમાં સી ડીવીઝન પોલીસે ડમ્પર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.