જૂનાગઢ : સેલફોસની દવા પી જતાં યુવાનનું મોત

0

જૂનાગઢનાં જગમાલ ચોક કાઝીવાડાનાં નાકે માણેક એપાર્ટમેન્ટ બ્લોક નં.૪માં રહેતા હર્ષ જયેશભાઈ મહેતા (ઉ.વ.ર૦)એ કોઈપણ કારણસર સેલફોસની દવા પી જતાં સારવાર દરમ્યાન તેનું મૃત્યું નિપજયું હતું. આ બનાવમાં પોલીસે પંકજભાઈ વૃજલાલ મહેતાનું નિવેદન નોંધી એ ડીવીઝન પીએસઆઈ બી. કે. ચાવડાએ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અગતરાય વાડી વિસ્તારમાંથી મોટર સાયકલની ચોરી
કેશોદનાં અગતરાય ગામે રહેતા કમલેશભાઈ નજરઅલીભાઈ ભાણવડીયા પોતાનું બાઈક નં. જીજે-૧૧-એએમ – ૭૩૩૮ લઈ વાડીએ ગયેલ અને વાડીનાં ઝાંપે રોડ કાંઠે હેન્ડલ લોક કરી મુકેલ હતું ત્યાંથી કોઈ અજાણ્યો શખ્સ આ બાઈકની ચોરી કરી લઈ જતાં પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.
વિસાવદરનાં સરસઈ ગામેથી પાંચ જુગારીઓ ઝડપાયા
વિસાવદર પોલીસે સરસઈ ગામે રેડ કરી જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લઈ રોકડ સહિત કુલ રૂા.૪૦૪૦નો મુદામાલ કબ્જે કરી તમામ વિરૂધ્ધ જુગારધારા અંતર્ગત કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!