જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા તાજેતરમાં શરૂ કરવામાં આવેલ સી ટીમ દ્વારા મહિલાઓને મદદ કરી, સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ ઉપર એક અસ્થિર મગજની મહિલા ર્નિવસ્ત્ર થઈને ફૂટપાથ ઉપર ફરે છે અને લોકો મદદ કરવાના બદલે તમાશો જાેઈને વિકૃત આનંદ મેળવતા હોવાની જાણ આગેવાનો તથા પ્રેસ રિપોર્ટર દ્વારા જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને કરવામાં આવેલ હતી. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એન.આર. પટેલ, પીએસઆઇ કે.કે. મારૂ, સ્ટાફના હે.કો. ધાનિબેન તેમજ સી ટીમના મહિલા એએસઆઈ રસીલાબેન, પો.કો. મિત્તલબેન સહિતની મહિલા પોલીસની ટીમને તાત્કાલિક ગણતરીની મિનિટોમાં બજારમાંથી કપડા ખરીદી, મોકલી આપતા, અસ્થિર મગજની લાવારિસ મહિલાને કપડા પહેરાવી, પોલીસ સ્ટેશન ખાતે લાવી, પૂછપરછ કરવામાં આવતા કાંઈ બોલતી ના હોય, વ્યવસ્થિત સાફસફાઈ અને તૈયાર કરી, જમવાનું મંગાવી, જમાડી, પ્રેમથી પૂછતા, પોતાનું નામ જણાવેલ અને પોતે જૂનાગઢ તાલુકાના ગામડાની હોય, પોતાના પતિ હયાતના હોય, દાતાર રોડ ઉપર પોતાના દીકરા અને ફેમિલી સાથે રહેતી હોવાની કબૂલાત કરેલ હતી. બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા અસ્થિર મગજની મહિલાના દીકરા અને કુટુંબીજનોને બોલાવી, મહિલાને પોતાના દીકરા સાથે જવાનું કહેતા, પહેલા મહિલાએ પોતાના કુટુંબીજનો સાથે જવાની ના પાડેલ હતી. ત્યારબાદ બી ડિવિઝન પોલીસની સી ટીમ દ્વારા મધ્યસ્થી કરીને અસ્થિર મગજની મહિલા અને કુટુંબીજનોને સમજાવતા, બધા સાથે જવા તૈયાર થઈ ગયેલા હતા. આમ, જૂનાગઢ પોલીસની સી ટીમ દ્વારા મધ્યસ્થી થઈને અસ્થિર મગજની મહિલાનો કુટુંબીજનો સાથે મિલન કરાવતા, કુટુંબીજનો દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ પોલીસ દ્વારા પણ પોતાની ફરજ ગણાવી, કુટુંબીજનોને હવે પછી મહિલાની સારવાર કરાવવા, ધ્યાન રાખવા, તકેદારી તથા સાવચેતી રાખવા વિનંતી પણ કરવામાં આવેલ હતી. અસ્થિર મગજની મહિલાનું કુટુંબીજનો સાથે મિલન થતા, બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા. જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી જૂનાગઢ પોલીસની સી ટીમ દ્વારા અસ્થિર મગજની પીડિત મહિલાને કુટુંબીજનો સાથે મિલન કરાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ ફરીવાર સાર્થક કર્યું હતું.