ઉદયપુરની ઘટનામાં હત્યારાઓને ફાંસી આપો, માંગરોળમાં વિહિપ-બજરંગદળનું આવેદન

0

રાજસ્થાન ઉદયપુરમાં બે કટ્ટરપંથીઓ દ્વારા દરજી કામ કરતા હિન્દુ યુવાન કનૈયાલાલની સરેજાહેર ગળુ કાપી ક્રુર હત્યા કરાઈ છે. એટલાથી ના રોકાતા તેનો વિડીયો બનાવી અને દેશના પ્રધાનમંત્રીને ધમકી પણ આપવામાં આવી હતી. તે ઘટનાનો સખ્ત શબ્દોમાં વિરોધ સાથે આ બંને કટ્ટરપંથી હત્યારાઓ તથા તેમા મદદગાર તમામને તાત્કાલિક ફાંસી સહિત દાખલારૂપ સજા કરવાની માંગ સાથે માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા સમસ્ત સનાતન હિન્દુ સમાજને સાથે રાખી ડીવાયએસપી માંગરોળ મારફત રાષ્ટ્રપતી તથા રાજ્યપાલ ગુજરાત રાજ્યને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના આગેવાનો સહિત તમામ હિન્દુ સંગઠનોના આગેવાનો, વેપારી આગેવાનો સહિત મોટી સંખ્યામાં સમસ્ત હિન્દુ સમાજનો લોકો જાેડાયા હતા.

error: Content is protected !!