જાેષીપરામાં દુકાનમાંથી ૪૮ હજાર રોકડની ચોરી

0

જૂનાગઢનાં જાેષીપરામાં આવેલી એક દુકાનનાં વેન્ટીલેટરમાંથી તસ્કરોએ ઘુસી થડામાં રાખેલા રૂા. ૪૮ હજાર ચોરી જઈ સામાન અસ્તવ્યસ્ત કરી નાસી ગયા હતાં.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢનાં જાેષીપરામાં કન્યા છાત્રાલય પાસે આવેલી રસીકભાઈ રણછોડભાઈ પણસારાની દુકાનનાં ઉપરનાં માળનાં વેન્ટીલેટરમાંથી તસ્કરો દુકાનમાં ઘુસ્યા હતાં. અને થડામાં રાખેલા લોકર તોડી કુલ રૂા. ૪૮ હજારની રોકડ રકમ ચોરી ગયા હતાં. અને સામાન અસ્તવ્યસ્ત કરી નાસી ગયા હતાં. વધુ તપાસ બી ડીવીઝન પોલીસે હાથ ધરેલ છે.

જૂનાગઢ, મોટી ખોડીયાર અને સામરડામાંથી ૧૦ જુગારીઓ ઝડપાયા : ત્રણ નાસી ગયા
જૂનાગઢ એ ડીવીઝન પોલીસે બિલખા રોડ, ધરારનગર એફએમ ટાવર સામેની ગલીમાં, પાણીના ટાંકાની બાજુમાં જાહેરમાં સ્ટ્રીટ લાઈટનાં અજવાળે જુગાર રમી રહેલા પાંચ શખ્સોને ઝડપી લઈ રૂા.૧૩,૬૪૦નો મુદામાલ કબ્જે કર્યો હતો. જયારે મેંદરડા પોલીસે મોટી ખોડીયાર ગામે પ્લોટ વિસ્તારમાં જુગાર રમી રહેલા ચાર શખ્સોને રૂા.૩૭૯૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા. જયારે શીલ પોલીસે સામરડા ગામેથી ભરતભાઈ લખમણભાઈ ગરેજાને વરલી મટકાનાં જુગાર રમતા ઝડપી લઈ રૂા.૭૪૬૦નો મુદામાલ કબ્જે કર્યો હતો. જયારે રેડ દરમ્યાન પોરબંદરનાં મંડેરનો હમીરભાઈ અરજણભાઈ વાસણ, કેશોદનાં ખીરસરાનો અરજણભાઈ મેરામણભાઈ ભરડા અને માંગરોળનો ઉમેશભાઈ તન્ના નાસી ગયા હતા.

કેશોદ તાલુકાનાં મઢડા-જાેનપુર નજીકથી કારમાં દારૂની હેરાફેરી કરતાં બે શખ્સો ઝડપાયા
કેશોદ પોલીસે મઢડા અને જાેનપુર વચ્ચે વોચ ગોઠવી કારમાં દારૂની હેરાફેરી કરતા એસટી ડ્રાઈવર સહિત બે શખ્સોને પકડી લઈ મઢડાની સીમમાં તેના ગોડાઉનમાં તપાસ કરતાં ત્યાંથી પણ દારૂ મળી આવ્યો હતો. પોલીસે રૂા. ૧.૬ લાખનો દારૂ અને કાર મળી કુલ રૂા. ૩.૭ર લાખનો મુદામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. કેશોદ તાલુકાનાં મઢડા ગામમાં રહેતો એસટી ડ્રાઈવર ભાવેશ લખમણભાઈ પીઠીયા અને જયદીપ હાજાભાઈ પીઠીયા કારમાં દારૂ ભરી મઢડાથી જાેનપુર તરફ આવવાનાં હોવાની બાતમી મળતા કેશોદ પોલીસે જાેનપુર મઢડા રોડ ઉપર વોચ ગોઠવી હતી. દરમ્યાન કાર નં. જીજે-પ-સીએફ ૭૮૦૭ નીકળતાં તેને રોકી તપાસ કરતા તેની ડેકીમાંથી દારૂની બોટલ ભરેલા ઝભલા મળી આવ્યા હતાં. કારમાં સવાર એસટી ડ્રાઈવર ભાવેશ લખમણભાઈ પીઠીયા અને જયદીપ હાજાભાઈ પીઠીયાની પુછપરછ કરતાં આ બંનેએ મઢડાની સીમમાં વાડીમાં ગોડાઉનમાં દારૂ રાખ્યો હોવાનું જણાવતાં બંનેને સાથે રાખી ત્યાં તપાસ કરતાં ત્યાંથી ૪ર૯ નંગ દારૂનાં ચપટા, ર૪ બોટલ દારૂ મળી કુલ રૂા. ૧,૧૬,૬૦૦ની કિંમતનો દારૂ મળી આવ્યો હતો. પોલીસે કાર, મોબાઈલ અને દારૂ મળી કુલ રૂા. ૩.૭ર લાખનો મુદામાલ કબ્જે કરી બંનેને હસ્તગત કર વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વંથલીનાં નવાગામે મકાનમાંથી દારૂની ૬૦ બોટલ સાથે એક ઝડપાયો
જૂનાગઢ ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે વંથલીનાં નવાગામ (મહોબતપુર) ગામે ઈબ્રાહીમ ઉર્ફે ભોલો ફૈજમહમંદભાઈ સમાનાં રહેણાંક મકાનમાં રેડ કરી રૂા.ર૬,૮૮૦ની કિંમતની વિદેશી દારૂની ૬૦ બોટલ કબ્જે કરી ઈબ્રાહીમની અટક કરી હતી. જયારે આ દારૂ હનીફ ઉમર સમા અને ફિરોજ મહંમદ સમાએ મુકેલ હોવાની પણ કબુલાત કરેલ પરંતુ આ બંને શખ્સો રેડ દરમ્યાન હાજર મળી આવ્યા ન હતા. પોલીસે ત્રણેય શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ચોરવાડ : પાણી ભરેલા ખાડામાં ડુબી જતાં મોત
ચોરવાડ ગામે સ્કુલે ભણવા ગયેલ તરૂણ પાણી ભરેલા ખાડામાં ડુબી જતાં તેનું મૃત્યું નીપજતા અરેરાટી પ્રસરી હતી. ચોરવાડ પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ચોરવાડનાં ઉપલી જરારી વિસ્તારમાં રહેતા ભરતભાઈ દેવાભાઈ સેવરાનાં પુત્ર અજય (ઉ.વ.૧૩) સ્કુલે ભણવા માટે ગયેલ ત્યારે રીશેષનાં સમય દરમ્યાન રમતા રમતા રસ્તાની બાજુમાં પાણી ભરેલા ખાડામાં પડી જતાં ડુબી જવાથી તેનું મૃત્યું નિપજયું હતું. આ બનાવમાં પોલીસે ભરતભાઈનું નિવેદન નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ઝેરી દવા પીતા મોત
જૂનાગઢ પંથકનાં ઝાલણસર ગામે બનેલી ઘટનામાં અહીંયા રાકેશભાઈ મુળજીભાઈની વાડીએ રહેતા સાધનાબેન રાહુલભાઈ વાગલે (ઉ.વ.૪પ)એ કોઈપણ કારણસર પોતાની જાતે ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન તેનું મૃત્યું નિપજયું હતું. આ બનાવમાં તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

error: Content is protected !!